કચ્છમાં રેકોર્ડ બ્રેક ઠંડી, સોલાર પાવરની પ્લેટો પર બરફ જામી ગયો

સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે, ત્યાં કચ્છમાં ઠંડીનો ચમકારો યથાવત છે. તો ગુજરાતમાં પણ મોટાભાગના શહેરોનું તાપમાન 12 ડિગ્રીથી નીચે આવી ગયુ છે. આજથી ઉત્તર ગુજરાતમાં રેકર્ડ બ્રેક ઠંડી પડશે. 3 દિવસ રેકર્ડ બ્રેક ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં શિયાળો જામ્યો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષથી ઠંડીનું જોર વધ્યું છે. લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. આવામાં કચ્છમાં માહોલ સાવ બદલાઈ ગયો છે. કચ્છના નલિયામાં પારો સૌથી વધુ ગગડ્યો છે. 
કચ્છમાં રેકોર્ડ બ્રેક ઠંડી, સોલાર પાવરની પ્લેટો પર બરફ જામી ગયો

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે, ત્યાં કચ્છમાં ઠંડીનો ચમકારો યથાવત છે. તો ગુજરાતમાં પણ મોટાભાગના શહેરોનું તાપમાન 12 ડિગ્રીથી નીચે આવી ગયુ છે. આજથી ઉત્તર ગુજરાતમાં રેકર્ડ બ્રેક ઠંડી પડશે. 3 દિવસ રેકર્ડ બ્રેક ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં શિયાળો જામ્યો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષથી ઠંડીનું જોર વધ્યું છે. લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. આવામાં કચ્છમાં માહોલ સાવ બદલાઈ ગયો છે. કચ્છના નલિયામાં પારો સૌથી વધુ ગગડ્યો છે. 

આ પણ વાંચો : અમદાવાદ : પાર્ક કરાયેલી બ્રહ્માણી ટ્રાવેલ્સની 6 બસ આગમાં બળીને ખાખ થઈ

કચ્છના અબડાસામાં કાતિલ ઠંડીના કારણે બરફની ચાદર છવાઈ ગઈ છે. બીટા પાસે આવેલા સોલારપાવરમાં બરફ જામ્યો છે. કંપનીમાં આવેલી સોલાર પ્લેટો ઉપર આજે સવારના બરફ જોવા મળ્યો છે. ગઈકાલે પણ આજ વિસ્તારમાં બરફની ચાદર જોવા મળી હતી. સમગ્ર અબડાસા વિસ્તારમાં કાતિલ ઠંડીથી બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. નાની ધુફી, ઐડા વિસ્તારમાં ગઈકાલથી બહાર પાર્ક કરાયેલા અનેક વાહનો પર બરફની ઝીણી ચાદર જામેલી જોવા મળી હતી. 

આ પણ વાંચો : શેહશરમ રાખ્યા વગર બેરોજગાર બનેલા રાજકોટના ટ્યુશન સંચાલકે શરૂ કરી પાણીપુરીની લારી

અબડાસા, લખપત, નખત્રાણા વિસ્તારમાં ગઈકાલે સાંજથી કાતિલ ઠંડી પડી રહી છે. તો બીજી તરફ, રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર યથાવત છે. આજે ગુજરાતના 12 શહેરોમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. 2.7 ડિગ્રી સાથે નલિયા અતિશય ઠંડુ બન્યું છે. તો કેશોદમાં 6.2 ડિગ્રી, ડીસા 6.6, ગાંધીનગર 7.5, કંડલા એરપોર્ટ 7.5, પોરબંદર 7.8, રાજકોટ 8.3, મહુવા 8.3, વિદ્યાનગરમાં 9.1, દીવમાં 9.5, અમદાવાદ 10.2 ડિગ્રી પારો પહોંચ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news