દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકા! સ્વાસ્થ્ય મંત્રાલયે યોજી ઇમરજન્સી બેઠક, આપ્યા આ નિર્દેશ


Covid-19 Fourth Wave: દેશમાં એકવાર ફરી કોરોનાનો ડર લાગવા લાગ્યો છે. કોવિડની ચોથી લહેરની આશંકા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટી બેઠક યોજી છે. બેઠકમાં કોરોના સંબંધિત મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. 

દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકા! સ્વાસ્થ્ય મંત્રાલયે યોજી ઇમરજન્સી બેઠક, આપ્યા આ નિર્દેશ

નવી દિલ્હીઃ કોરોનાને લઈને એકવાર ફરી દેશમાં ચિંતા ઉભી થઈ રહી છે. દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા ભાગમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. કોરોનાના વધતા ખતરા અને દેશમાં ચોથી લહેરની આશંકા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે મોટી બેઠક બોલાવી છે. કોરોનાને લઈને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. 

દોઢ કલાક ચાલી બેઠક
સ્વાસ્થ્ય મંત્રાલયે ચીનમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસને લઈને એક બેઠક બોલાવી હતી. ચીનમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દોઢ કલાક ચાલી હતી. તેમાં નક્કી કરવામાં આવ્યું કે કોરોનાને લઈને વધુ સાવચેત રહેવાની જરૂર છે. તે માટે વધુમાં વધુ જિનોમ સીક્વેન્સિંગ પર ભાર આપવામાં આવશે. સાથે કોરોના ટેસ્ટને પણ ગંભીરતાથી લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સંબંધિત અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે વધુમાં વધુ ટેસ્ટ કરવામાં આવે. 

ચીનના ઘણા શહેરોમાં લોકડાઉન
મહત્વનું છે કે ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના પાંચ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણના મોટા ભાગના કેસ ઓમિક્રોન વેરિએન્ટના સબ વેરિએન્ટ  'stealth' નામ છે. કોરોનાના વધતા કેસને લઈને ચીનના ઘણા શહેરોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. લોકડાઉનની અસર ચીનના આશરે ત્રણ કરોડથી વધુ લોકો પર જોવા મળી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કોરોનાની ચોથી લહેરની ચેતવણી આપી છે. 

BA-2 વેરિએન્ટને લઈને WHO ની ચેતવણી
આ સબ વેરિએન્ટને BA-2 નું નામ પણ આપવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણીમાં કહ્યું કે, આ સબ-વેરિએન્ટ મૂળ વેરિએન્ટથી અલગ છે. જેને હળવાશથી લેવાની ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તેને ચિંતાજનક જણાવવામાં આવી રહ્યો છે, કારણ કે તેને ડિટેક્ટ કરવામાં સમસ્યા આવી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવ્યા કે આ BA-2 વેરિએન્ટ કોવિડના મૂળ વેરિએન્ટથી ખતરનાક સાબિત થઈ શકે છે. 

BA-2 વેરિએન્ટના શું છે લક્ષણ
BA-2 વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓમાં ચક્કર આવવા અને થાક લાગવો મુખ્ય લક્ષણ છે. આ લક્ષણ સંક્રમિત થવાના બે-ત્રણ દિવસ સુધીમાં દેખાવા લાગે છે. આ સિવાય તાવ, વધુ થાક, શરદી, ગળામાં ખારાશ જેવા લક્ષણો હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news