Coronavirus: મધ્યપ્રદેશના દરેક શહેરમાં રાત્રી કર્ફ્યૂ, રવિવારે લૉકડાઉન, શિવરાજ સરકારનો મોટો નિર્ણય

મધ્યપ્રદેશના તમામ શહેરી વિસ્તારમાં હવે દર રવિવારે લૉકડાઉન રહેશે. પ્રદેશમાં કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિને જોતા બુધવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. 
 

Coronavirus: મધ્યપ્રદેશના દરેક શહેરમાં રાત્રી કર્ફ્યૂ, રવિવારે લૉકડાઉન, શિવરાજ સરકારનો મોટો નિર્ણય

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ (Corona Virus) પર નિયંત્રણ માટે તમામ સરકારી ઓફિસો આગામી ત્રણ મહિના સુધી સપ્તાહમાં પાંચ દિવસ ખુલશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બુધવારે સાંજે યોજાયેલી બેઠક બાદ તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂ 8 એપ્રિલથી આગામી આદેશ સુધી જારી રહેશે. આ સિવાય તમામ શહેરોમાં દર રવિવારે લૉકડાઉન રહેશે. 

બેઠકમાં છિંદવાડા જિલ્લામાં 8 એપ્રિલના રાત્રે 8 કલાકથી આાગમી સાત દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો શાજાપુર શહેરમાં બુધવારે રાત્રે 8 કલાકથી બે દિવસ માટે સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 

મુખ્યમંત્રીએ બેઠક બાદ ટ્વીટ કરી લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, પ્રદેશમાં તમામ સરકારી કાર્યાલય આાગમી ત્રણ મહિના માટે સોમવારથી શુક્રવાર કામકાજ કરશે. ઓફિસોમાં સવારે 10થી સાંજે છ સુધી કામકાજ થશે. તેમણે કહ્યું કે, બેઠકમાં આ સિવાય નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રદેશના તમામ શહેરી વિસ્તારમાં આઠ એપ્રિલથી આગામી આદેશ સુધી રાત્રીના 10થી સવારે છ સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ રહેશે. તમામ જિલ્લાના શહેરી વિસ્તારમાં આગામી આદેશ સુધી દર રવિવારે લૉકડાઉન રહેશે. 

બેઠકમાં મુખ્ય સચિવ ઇકબાલ સિંહ બૈંસ, અધિક મુખ્ય સચિવ સ્વાસ્થ્ય મોહમ્મદ સુલેમાન, અધિક મુખ્ય સચિવ ગૃહ રાજેશ રાજૌરા અને મુખ્ય સચિવ મનીષ રસ્તોગી સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news