કોરોના વાયરસઃ ચીનથી આવેલા 406 ભારતીયોનો ટેસ્ટ નેગેટિવ, કાલથી જઈ શકશે ઘરે


ચીનના વુહાનથી પરત ફરેલા 406 લોકોની અંતિમ તપાસમાં તેના કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થવાની પુષ્ટિ થઈ છે. આ તમામ લોકોને આઈટીબીપીના અલગ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. 
 

 કોરોના વાયરસઃ ચીનથી આવેલા 406 ભારતીયોનો ટેસ્ટ નેગેટિવ, કાલથી જઈ શકશે ઘરે

નવી દિલ્હીઃ ચીનના વુહાનથી પરત ફરેલા તમામ 406 લોકોની અંતિમ તપાસમાં તે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત ન હોવાની પુષ્ટિ થઈ છે. આ તમામ લોકોને આઈટીબીપીના એક અલગ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. તેને તબક્કાવાર રીતે સોમવારે સવારથી રજા આપવામાં આવશે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. 

ડોક્ટરોની એક ટીમે શુક્રવારે અહીં ભારત તિબેટ સરહદ પોલીસ (આઈટીબીપી)ના પૃથક કેન્દ્રથી આ તમામ લોકોના નમૂના એકત્ર કર્યાં હતા. આઈટીબીના પ્રવક્તાએ રવિવારે કહ્યું કે, તમામ લોકોના નમૂનાની તપાસ બાદ તે વાતની ખારતી થઈ છે કે તેમાંથી કોઈપણ વ્યક્તિ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત નથી. 

કોરોનાનો કહેરઃ ચીનમાં અત્યાર સુધી 1,665 મોત, ફ્રાન્સમાં પણ એકે જીવ ગુમાવ્યો  

તેમણે કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા યોગ્ય મેડિલક પ્રોસેસ અને પ્રોટોકોલની સાથે જારી કરવામાં આવેલા પરામર્શના આધાર પર તમામ 406 વ્યક્તિઓની સોમવારે તબક્કાવાર રજા થઈ જશે. ઉલ્લેખનીય છે કે મંત્રાલયે કહ્યું હતું કે, 15 જાન્યુઆરી બાદ કોઈપણ ભારતીય ચીનથી આવશે તો તેને સાવધાનીના ભાગરૂપે પૃથક કેન્દ્રમાં રાખવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news