Corona ની ચુંગલમાંથી ક્યારે મળશે છૂટકારો? નવો વેરિઅન્ટ C.1.2 અત્યંત જોખમી, રસી કવચને પણ ભેદી શકે છે

દક્ષિણ આફ્રીકા અને અન્ય અનેક દેશોમાં કોરોનાનું એક નવું સ્વરૂપ મળી આવ્યું છે. કોરોનાનો આ વેરિઅન્ટ વધુ સંક્રામક હોઈ શકે છે જે કોરોના રસીથી મળતા સુરક્ષાકવચને પણ ભેદી શકે છે. 

Corona ની ચુંગલમાંથી ક્યારે મળશે છૂટકારો? નવો વેરિઅન્ટ C.1.2 અત્યંત જોખમી, રસી કવચને પણ ભેદી શકે છે

નવી દિલ્હી: દક્ષિણ આફ્રીકા અને અન્ય અનેક દેશોમાં કોરોનાનું એક નવું સ્વરૂપ મળી આવ્યું છે. કોરોનાનો આ વેરિઅન્ટ વધુ સંક્રામક હોઈ શકે છે જે કોરોના રસીથી મળતા સુરક્ષાકવચને પણ ભેદી શકે છે. 

વૈજ્ઞાનિકોની ચિંતા વધી
દક્ષિણ આફ્રીકા સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર કમ્યુનિકેબલ ડિસીઝ એન્ડ ક્વાજુલુ નેટલ રિસર્ચ ઈનોવેશન એન્ડ સીક્વેન્સિંગ પ્લેટફોર્મના વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોરોનાના નવા વેરિઅન્ટ C.1.2 અંગે સૌથી પહેલા મે મહિનામાં જાણવા મળ્યું હતું. ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિટ્ઝર્લેન્ડમાં તે મળી ચૂક્યો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે દક્ષિણ આફ્રીકામાં કોવિડ-19ની પહેલી લહેર દરમિયાન સામે આવેલા વાયરસના Subtypes માંથી એક  C.1 ની સરખામણીમાં C.1.2 વધુ મ્યૂટેટ થયો જેને  ‘Nature of Interest’ ની શ્રેણીમાં રાખવામાં આવ્યો. 

દર મહિને વધી રહ્યા છે જીનોમ
વૈજ્ઞાનિકોએ કહ્યું કે C.1.2 વધુ સંક્રામક હોઈ શકે છે અને તે કોરોના રસીથી મળનારી સુરક્ષાને ચકમો આપી શકે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું કે દક્ષિણ આફ્રીકામાં સી.1.2 ના જીનોમ દર મહિને વધી રહ્યા છે. તે મે મહિનામાં 0.2 ટકાથી વધીને જૂનમાં તે 1.6 ટકા થઈ ગયા અને જુલાઈમાં 2 ટકા થયા. વૈજ્ઞાનિક ઉપાસના રાયે કહ્યું કે આ વેરિઅન્ટ કોરોનાના તમામ મ્યુટેશનનું પરિણામ છે જે પ્રોટીનમાં વધારાના કારણે મૂળ વાયરસથી ઘણો અલગ થાય છે. 

ઝડપથી ફેલાય છે આ વેરિઅન્ટ
કોલકાતાના સીએસઆઈઆરના વૈજ્ઞાનિક રાયે કહ્યું કે 'તેનું ટ્રાન્સમિશન વધુ થઈ શકે છે અને તેના ઝડપથી ફેલાવવાની સંભાવના છે. વધેલા પ્રોટીનમાં અનેક મ્યુટેશન હોય છે, જેનાથી તે રોગ પ્રતિકારક ક્ષમતાના કંટ્રોલમાં નહીં હોય અને જો ફેલાશે તો સમગ્ર દુનિયામાં રસીકરણ માટે પડકાર બની જશે.' સી.1.2 ના અડધાથી વધુ સિક્વેન્સમાં 14 મ્યુટેશન થયા છે  પરંતુ કેટલાક સિક્વેન્સમાં વધારાના ફેરફાર પણ જોવા મળ્યા. 

(અહેવાલ-સાભાર ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news