Corona new symptom: દર્દીઓમાં જોવા મળી રહ્યા છે કોરોનાના આ નવા લક્ષણો, ડોક્ટરે સલાહ આપી- તરત કરાવો ટેસ્ટ
શરદી, ખાંસી, તાવ, શરીરમાં દુખાવો, વહેતું નાક, ગળામાં દુખાવો - આ બધા પણ કોરોના વાયરસના લક્ષણો (Coronavirus Symptoms) છે અને વાયરલ ફીવર (Viral Fever) અથવા સામાન્ય શરદીના (Common Cold) લક્ષણો પણ છે
Trending Photos
નવી દિલ્હી: શરદી, ખાંસી, તાવ, શરીરમાં દુખાવો, વહેતું નાક, ગળામાં દુખાવો - આ બધા પણ કોરોના વાયરસના લક્ષણો (Coronavirus Symptoms) છે અને વાયરલ ફીવર (Viral Fever) અથવા સામાન્ય શરદીના (Common Cold) લક્ષણો પણ છે. આને કારણે, ઘણી વખત તફાવત કરવો મુશ્કેલ બને છે. જો કે, કોરોના વાયરસની બીજી લહેરમાં દરરોજ નવા લક્ષણો બહાર આવે છે. અતિશય થાક (Fatigue), ઝાડા (Diarrhea) અને માથાનો દુખાવો (Headache) અનુભવ્યા પછી દર્દીના પ્લેટલેટ્સમાં અચાનક ઘટાડો એ પણ કોવિડ-19 નું લક્ષણ છે.
પ્લેટલેટ કાઉન્ટ ઘટી 20 હજાર પહોંચી ગયા હતા
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ લખનઉના 60 વર્ષિય અલીમ શેખે ખૂબ થાક અનુભવતા 18 મી એપ્રિલના રોજ તેનો બ્લડ ટેસ્ટ (Blood Test) કરાવ્યો હતો, તેના બ્લડમાં પ્લેટલેટની સંખ્યા 85 હજાર થઈ હતી, જ્યારે સામાન્ય દર્દીમાં 1.5 લાખથી 4.5 લાખ સુધી બ્લડ પ્લેટલેટ (Blood Platelets) હોય છે. ડોકટરોની સલાહ મુજબ તેણે દવા લેવાનું શરૂ કર્યું પરંતુ 23 એપ્રિલથી તેનો શ્વાસ (Breathlessness) લેવામાં તકલીફ પડવા લાગી. ફરી બ્લડ ટેસ્ટ થયા બાદ તેની પ્લેટલેટ્સ 20 હજાર સુધી પહોંચી ગઈ. પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ઓક્સિજન સપોર્ટ સાથે પથારી ન હોવાને કારણે તેનું મોત નીપજ્યું.
દર્દીમાં શરૂઆતમાં નથી દેખાતો કોરોનાનો કોઈ લક્ષણ
લખનઉના 59 વર્ષીય રાજકુમાર રસ્તોગીએ થાક અનુભવ્યા બાદ 13 એપ્રિલે બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો. જ્યારે તેની પ્લેટલેટ માત્ર 21 હજાર જ નીકળી હતી. દવાઓથી તેની સ્થિતિમાં થોડો સુધારો થયો, પરંતુ 16 એપ્રિલના રોજ તેને શ્વાસની તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સીટી સ્કેનમાં (CT Scan) જાણવા મળ્યું તેને કોવિડ ન્યુમોનિયા (Covid pneumonia) હતો. ફેફસામાં ઇન્ફેક્શન વધવાના કારણે 20 એપ્રિલે રાજકુમારનું પણ મોત નીપજ્યું હતું. રાજકુમારના પુત્રના કહેવા મુજબ, તેના પિતાને સુકી ઉધરસ, તાવ અથવા શ્વાસની તકલીફ જેવા કોઈ લક્ષણો દેખાયા ન હતા.
દરેક વાયરલ ઇન્ફેક્શનમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટે છે
લખનઉના KGMU (કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી) માં રેસ્પિરેટરી મેડિસિન વિભાગના પ્રોફેસર સંતોષ કુમારે કહ્યું કે, દરેક વાયરલ ઇન્ફેક્સનમાં (Viral Infection) પ્લેટલેટ કાઉન્ટ થોડા ઓછા થઈ જાય છે. તેથી જો તમને કોઈ વિશિષ્ટ કારણ વિના ખૂબ થાક લાગે છે, તેને અવગણવાને બદલે, કોવિડ-19 ટેસ્ટ (Covid-19 test) તરત જ કરાવો. ઝાડા, આંખોમાં લાલાશ, ત્વચા પર ફોલ્લીઓ અને થાક એ પણ કોવિડ-19 ના નવા લક્ષણો છે, તેથી લોકોએ કોવિડ-19 નો ટેસ્ટ કરાવો જોઇએ.
ડોક્ટરની સલાહ- થાક અનુભવ થવા પર કોવિડ ટેસ્ટ કરાવો
રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડો.વિક્રમસિંઘ કહે છે, 'વધુ થાક (Fatigue and exhaustion) અને બીમારી અનુભવ થવો એ પણ વાયરલ ફીવરના લક્ષણો છે અને કોવિડ-19 એ પણ એક વાયરલ રોગ છે, તેથી દર્દીઓ તાવની સાથે થાક પણ અનુભવે છે. ઘણા દર્દીઓમાં એવું જોવા મળ્યું હતું કે તેમના બ્લડ પ્લેટલેટ્સ ઘટીને 75 થી 80 હજાર થઈ ગયા છે જેને ક્યારેક ડેન્ગ્યુ (Dengue) અથવા કોઈ અન્ય રોગ માનવામાં આવે છે જ્યારે વાસ્તવિકતામાં તે કોવિડ છે. તેથી અમે સૂચવીએ છીએ કે જો તમને ખૂબ થાક લાગે છે, તો તમારો કોવિડ ટેસ્ટ કરાવો.
(નોંધ: કોઈપણ ઉપાય કરતા પહેલા હંમેશા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ લો. ZEE NEWS આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે