આ દેશે ભારતના Corona તપાસ રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- વિશ્વાસ લાયક નથી અહીંના કોવિડ ટેસ્ટ

પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મૈક્ગોવને મંગળવારે આરોપ લગાવ્યો કે, પરત આવી રહેલા યાત્રીકોના ભારતમાં કરેલા કોરોના ટેસ્ટ ત્રુટિપૂર્ણ છે કે વિશ્વાસ યોગ્ય નથી. તેમણે ભારતની વ્યવસ્થામાં ઈમાનદારી પર સવાલ ઉઠાવ્યા છે. 

આ દેશે ભારતના Corona તપાસ રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- વિશ્વાસ લાયક નથી અહીંના કોવિડ ટેસ્ટ

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના એક રાજ્યએ ભારતના કોવિડ ટેસ્ટ રિપોર્ટની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે. તેનો દાવો છે કે ભારતથી કોરોના ટેસ્ટ કરાવી પરત આવી રહેલા યાત્રા તેના રાજ્યમાં કરેલા ટેસ્ટમાં પોઝિટિવ આવી રહ્યાં છે. પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મૈક્ગોવને મંગળવારે આરોપ લગાવ્યો કે, પરત આવી રહેલા યાત્રીકોના ભારતમાં કરેલા કોરોના ટેસ્ટ ત્રુટિપૂર્ણ છે કે વિશ્વાસ યોગ્ય નથી. તેમણે ભારતની વ્યવસ્થામાં ઈમાનદારી પર સવાલ ઉઠાવ્યા છે. 

ભારતના નેગેટિવ સર્ટિફિકેટ વાળા યાત્રી મળી રહ્યાં પોઝિટિવ
મૈક્ગોવને કહ્યું કે, ભારતના ખોટા રિપોર્ટથી તેને ત્યાં સમસ્યા પેદા થઈ રહી છે. પ્રીમિયરની ટિપ્પણી ત્યારે આવી જ્યારે પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં અધિકારીઓએ કહ્યું કે, પર્થમાં હોટલમાં પૃથકવાસમાં રાખેલા ચાર લોકો ભારતથી પરત આવ્યા બાદ કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ એટલા માટે ચિંતિત છે કારણ કે પરત આવી રહેલા યાત્રીકો મોટાભાગે ભારતથી આવી રહ્યાં છે જ્યાં મહામારીની બીજી લહેરે ગંભીર સ્થિતિ ઊભી કરી છે. 

વ્યવસ્થાની ઈમાનદારી પર ઉઠાવ્યા સવાલ
મૈક્ગોવને એક ટીવી ચેનલને કહ્યુ કે, ભારતથી પરત આવી રહેલા યાત્રીકોને લઈને અમને સમસ્યા છે. ભારતમાં કરવામાં આવેલ તપાસ ત્રુટિપૂર્ણ છે અથવા વિશ્વાસ યોગ્ય નથી, અને સ્પસ્ટ છે તેનાથી અહીં સમસ્યા થઈ રહી છે. તેણે કહ્યુ કે, વાયરસ સંક્રમણ લઈને ઓસ્ટ્રેલિયા પહોંચી રહેલા લોકોની મોટી સંખ્યાથી ખ્યાલ આવે છે કે વ્યવસ્થા નિષ્ફળ થઈ રહી છે. 

ભારતની યાત્રા ન કરવાનો આગ્રહ કર્યો
મૈક્ગોવને કહ્યુ કે, તે મોટો સવાલ છે કે વિમાનોમાં સવાર થતા પહેલા લોકો દ્વારા દેખાડવામાં આવી રહેલ તપાસ રિપોર્ટ સંપૂર્ણ સાચો છે. જો તપાસ ક્ષતિપૂર્ણ છે કે તેમાં થોડી છેતરપિંડી છે જેનાથી લોકો ઉડાનોમાં સવાર થઈ શકે તો તેનાથી વ્યવસ્થાની ઈમાનદારી પર સવાલ ઉભા થાય છે અને અમારે આ સમસ્યાથી કેમ પીડિત થવું પડી રહ્યું છે. મૈક્ગોવને ભારતની યાત્રા ન કરવાનો આગ્રહ કર્યો છે. 

ભારતને મદદ મોકલવા પર વિચાર કરી રહ્યું છે ઓસ્ટ્રેલિયા
આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી કારેન એન્ડ્રૂજે કહ્યુ કે, ભારતની સ્થિતિ ખુબ ભયાનક છે જ્યાં દરરોજ સંક્રમણના લાખો કેલ આવી રહ્યાં છે અને અનેક લોકોના મોત થઈ રહ્યાં છે. તેમણે તે વાતની પુષ્ટિ કરી કે સરકાર ઓસ્ટ્રેલિયાથી ભારતને આપી શકાતી માનવીય સહાયતા પર વિચાર કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news