હનુમાનજી અહીં હંમેશા આપતા રહે છે પરચો, ભમરાઓએ કઈ રીતે કરી મંદિરની રક્ષા? જાણો મંદિર તોડવા આવેલાં અંગ્રેજો સાથે શું થયું

કહેવાય છેકે, શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શી જરૂર છે, એમ પણ કુરાનમાં ક્યાં પૈગંમ્બરની સહી હોય છે. અર્થાત હિન્દુ હોય કે મુસ્લિમ દરેક ધર્મમાં લોકોને પોતા આરાધ્ય પ્રત્યે શ્રદ્ધા-આસ્થા હોય છે. આવી જ આસ્થા અમદાવાદના એક મંદિર સાથે જોડાયેલી છે. કહેવાય છેકે, મહાબલી બજરંગબલી ખુદ અહીં બિરાજે છે.

હનુમાનજી અહીં હંમેશા આપતા રહે છે પરચો, ભમરાઓએ કઈ રીતે કરી મંદિરની રક્ષા? જાણો મંદિર તોડવા આવેલાં અંગ્રેજો સાથે શું થયું

ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છેકે, શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શી જરૂર છે, એમ પણ કુરાનમાં ક્યાં પૈગંમ્બરની સહી હોય છે. અર્થાત હિન્દુ હોય કે મુસ્લિમ દરેક ધર્મમાં લોકોને પોતા આરાધ્ય પ્રત્યે શ્રદ્ધા-આસ્થા હોય છે. આવી જ આસ્થા અમદાવાદના એક મંદિર સાથે જોડાયેલી છે. કહેવાય છેકે, મહાબલી બજરંગબલી ખુદ અહીં બિરાજે છે. અમે વાત કરી રહ્યાં છીએ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલાં કેમ્પ હનુમાન મંદિરની. જ્યાં લાખો શ્રદ્ધાળુઓ દૂર-દૂરથી દર્શન કરવા આવે છે.

No description available.

અંગ્રેજો પણ જે મંદિરની ઈંટ શુદ્ધા નહોંતા હલાવી શક્યા, જ્યાં સ્વયંભૂ બિરાજમાન છે બજરંગબલીઃ
અમદાવાદના શાહીબાગમાં વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હોય છે. કેમ્પ હનુમાન મંદિર અંગ્રેજોના શાસનકાળમાં જલાલપુરા ગામના હનુમાનજી મંદિર તરીકે ઓળખાતુ હતું. ત્યારે અમદાવાદ શહેરમાં અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મીનું થાણું બનાવ્યું. મંદિર પાસે જ અંગ્રેજોએ હોસ્પિટલ પણ બનાવી હતી. કહેવાય છે કે એ સમયે અંગ્રેજ અમલદારે મંદિરને ખસેડવાની તૈયારી કરી હતી જેનો ન માત્ર મંદિરના પૂજારી પરંતું ભકતોએ પણ વિરોધ કર્યો હતો. 

અંગ્રેજો દિવાલ તોડવા આવ્યા તો અસંખ્ય ભમરાઓએ કર્યું રક્ષણ:
તે સમયે અંગ્રેજોએ ભારે વિરોધ વચ્ચે મંદિર પાસેની ચાર ધર્મશાળાઓ તોડી નાખી, નાના મંદિરો તોડ્યા જ્યારે કેમ્પ હનુમાનજી મંદિરને તોડવાની તૈયારી કરાઈ ત્યારે લાખોની સંખ્યામાં કાળા અને પીળા ભમરા મંદિરની દીવાલ તરફ ગોઠવાઈ ગયા અને જાણે મંદિરનું રક્ષણ કરવા લાગ્યા. ભમરાઓએ મંદિર તોડવા આવેલા મજૂરો પર હુમલો કર્યો. અને મંદિર તોડવાના ઈરાદાથી આવેલાં લોકોને ત્યાંથી દૂર ખડેડી દીધાં.

મંદિર તોડવા આવેલાં અંગ્રેજો પણ હાથ જોડી ગયાઃ
મંદિર તોડવા આવેલાં અંગ્રેજ અમલદારો અને મજૂરોને ભગવાનનો પરચો મળ્યો. આ પરિસ્થિતિ જોઈને અંગ્રેજ અમલદારે પણ બજરંગબલીનો ચમત્કાર સમજી મંદિરને તોડવાનો નિર્ણય પાછો ખેંચી લીધો. તે સમયે અંગ્રેજો પણ હનુમાનજીના સામે શીશ ઝુકાવીને નતમસ્ક થઈ માફી માંગવા લાગ્યાં. ત્યારબાદથી કેમ્પ હનુમાન મંદિર આજ દિન સુધી ત્યાથી હટાવાયું નથી. શનિવારે કેમ્પ હનુમાન મંદિરના દ્વાર સામાન્ય જનતા માટે ખુલ્લા હોય છે.

લોકવાયકા પ્રમાણે આલેખાયા છે કેમ્પ હનુમાન મંદિરના ચમત્કારિક પ્રસંગો:
એક અંગ્રેજ દંપતિને સંતાન નહોંતા તેથી તેમના હિન્દુ નોકરે તેમને સંતાનની બાધા રાખવાનું કહ્યુ હતું. અંગ્રેજ દંપતિને સંતાન પ્રાપ્તિ થઈ. પ્રભુકૃપાથી સંતાન પ્રાપ્તિ થતા અંગ્રેજ ઓફિસર બેન્ડ સાથે કેમ્પ હનુમાનજીના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ દર શનિવારે બેન્ડ વગાડવાનો હુકમ કરાયો. આજે પણ નિયમિત રીતે દર શનિવારે કેમ્પ હનુમાનજી ખાતે બેન્ડ વગાડવામાં આવે છે. 

અન્ય પ્રસંગની વાત કરીએ તો 2 જૂન 1953ના દિવસે રાત્રે 10 કલાકે ધડાકા સાથે મૂર્તિનું ક્લેવર નીચે પડી ગયુ હતું. ત્યારબાદ અચાનક દ્રશ્ય જોવા મળ્યું જે જોઈ ભકતો ચકિત થઈ ગયા. પહેલા મૂર્તિની બે આંખો જ દેખાતી હતી પણ ત્યારબાદ મનુષ્યની મુખાકૃતિવાળા સંપૂર્ણ હનુમાન દેખાવા લાગ્યા. આ વાત ફેલાતા દૂર દૂરથી દર્શનાર્થીઓ કેમ્પ હનુમાનજીના દર્શન કરવા ઉમટી પડ્યા.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી સુચના સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news