Corona Virus: દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 75 કેસ નોંધાયાઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય


ભારતમાં કોરોના વાયરસથી (Coronavirus) સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 724 થઈ ગઈ છે. આ વાયરસને કારણે અત્યાર સુધી 17 લોકોના મોત થયા છે. જ્યારે 45 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે. 

Corona Virus: દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 75 કેસ નોંધાયાઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસથી (Coronavirus) સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 724 થઈ ગઈ છે. આ વાયરસને કારણે અત્યાર સુધી 17 લોકોના મોત થયા છે. જ્યારે 45 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે. 

કોરોના વાયરસ પર તાજા જાણકારી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 75 નવા મામલા આવ્યા છે. દેશમાં આ સંક્રમણથી અત્યાર સુધી 724 લોકો પીડિત થયા છે. અમે કોરોનાનું ચક્ર તોડવા માગીએ છીએ. ચેછી 14 એપ્રિલ રાત્રે 12 કલાક સુધી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટને બંધ કરી દેવામાં આવી છે. તમામ રાજ્યોને એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. કોરોના સામે લડવા માટે ટાસ્ક ફોર્સ પણ બનાવી દેવામાં આવી છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, 30 હજાર વેન્ટિલેટરોને તત્કાલ વધારવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કોઈપણ સમસ્યાનો સામનો કરી શકાય. નોઇડા સેક્ટર 137માં વધુ 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પારસ ટીએરા સોસાયટીને 29 માર્ચ સુધી સીલ કરી દેવામાં આવી છે. 

ડરામણો રિપોર્ટ: મે મહિનાનું 'આ' અઠવાડિયું નિર્ણાયક, સામે આવી શકે છે કોરોનાના 13 લાખ કેસ!

ગ્રેટર નોઇડાના ઓમિક્રોન સેક્ટરમાં એક કોરોનાનો પીડિત સામે આવ્યો છે. સોસાયટીને 29 માર્ચ સવારે 10 કલાક સુધી સીલ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 724 લોકો આ જીવલેણ બીમારીની ઝપેટમાં આવી ગયા છે તો અત્યાર સુધી 17 લોકોના મોત થયા છે. 

કેન્દ્ર સરકારે કોરોના વાયરસની તપાસ માટે ખાનગી લેબોની સંખ્યા વધારે છે. હવે દેશમાં કુલ 35 લેબમાં તેનું ટેસ્ટિંગ થાય છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news