Corona Update: સતત છઠ્ઠા દિવસે 50 હજારથી વધુ નવા દર્દીઓ, છેલ્લા 24 કલાકમાં 803 લોકોના મૃત્યુ

દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 18 લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52,050 નવા કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 18,55,745 કેસ નોંધાયા છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12,30,509 સુધી પહોંચી ગઈ છે. આજે સતત છઠ્ઠા દિવસે દેશભરમાં કોવિડ-19ના 50 હજારથી વધુ કેસ આવ્યાં છે. 
Corona Update: સતત છઠ્ઠા દિવસે 50 હજારથી વધુ નવા દર્દીઓ, છેલ્લા 24 કલાકમાં 803 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 18 લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52,050 નવા કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 18,55,745 કેસ નોંધાયા છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12,30,509 સુધી પહોંચી ગઈ છે. આજે સતત છઠ્ઠા દિવસે દેશભરમાં કોવિડ-19ના 50 હજારથી વધુ કેસ આવ્યાં છે. 

દેશભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 38,938 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી દેશભરમાં 803 લોકોના મોત થયા છે. જો કે રિકવરી રેટ વધીને 66.30 ટકા થયો છે. જ્યારે પોઝિટિવિટી રેટ 7.86 ટકા થયો. સંક્રમણના કુલ કેસમાં વિદેશી નાગરિક પણ સામેલ છે. 

કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું કે ભારતે કોવિડ-19ના બે કરોડથી વધુ ટેસ્ટ કર્યા છે. જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. સંક્રમિત લોકોની સમયસર ભાળ મળતા તેમને જલદી ક્વોરન્ટાઈનમાં મોકલવા અને જલદી ઉપચાર શરૂ કરવાની મહત્વપૂર્ણ રણનીતિ મુજબ આ કવાયતને અંજામ અપાયો. 

ICMRએ કહ્યું કે બે ઓગસ્ટ સુધીમાં કુલ 2,02,02,858 નમૂનાનું પરિક્ષણ કરાઉં જેમાંથી 3,81,027 નમૂનાનું પરિક્ષણ રવિવારે થયું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 3,81,027 નમૂનાની તપાસ સાથે જ પ્રતિ 10 લાખ વસ્તી પર ટેસ્ટિંગની સંખ્યા વધીને 14640 થઈ ગઈ છે. 

જુઓ LIVE TV

આંકડા મુજબ દેશના 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પ્રતિ 10 લાખની વસ્તી પર રાષ્ટ્રીય સરેરાશથી વધુ તપાસ કરી છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર,  કર્ણાટક, અને પંજાબ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news