ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર, હનુમાનજીની નિશાન પૂજા બાદ હવે રામ અર્ચના શરૂ

અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર (Ram Temple) ના ભૂમિપૂજન અગાઉ આજે હનુમાનગઢીમાં નિશાન પૂજન કરવામાં આવ્યું. નિશાન પૂજન દ્વારા હનુમાનજી પાસે રામ મંદિર નિર્માણની મંજૂરી લેવામાં આવી. રામ મંદિર નિર્માણમાં હનુમાનગઢીના નિશાન પૂજનનું ખુબ મહત્વ છે. હનુમાનગઢીના નિશાન 1700 વર્ષ જૂના છે. 

ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર, હનુમાનજીની નિશાન પૂજા બાદ હવે રામ અર્ચના શરૂ

અયોધ્યા: અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર (Ram Temple) ના ભૂમિ પૂજન અગાઉ આજે હનુમાનગઢીમાં નિશાન પૂજન કરવામાં આવ્યું. નિશાન પૂજન દ્વારા હનુમાનજી પાસે રામ મંદિર નિર્માણની મંજૂરી લેવામાં આવી. રામ મંદિર નિર્માણમાં હનુમાનગઢીના નિશાન પૂજનનું ખુબ મહત્વ છે. હનુમાનગઢીના નિશાન 1700 વર્ષ જૂના છે. 

બીજી બાજુ રામ જન્મભૂમિ પરિસરમાં રામ અર્ચના ચાલુ છે. રામ અર્ચના પૂજનના માધ્યમથી ભગવાન શ્રીરામને પ્રસન્ન કરવામાં આવશે. ભગવાન શ્રી રામની પ્રસન્નતા માટે રામાર્ચન પૂજન વિશેષ પ્રકારનું પૂજન હોય છે. વારાણસી, અયોધ્યા, દિલ્હી, હરિદ્વાર, દક્ષિણ ભારતના સંત રામાર્ચન પૂજન કરાવી રહ્યાં છે. રામ અર્ચના લગભગ સાડા પાંચ કલાક ચાલશે. જેમાં ભગવાન રામ, રાજા દશરથ, રાણી કૌશલ્યાની પૂજા થાય છે. રાવણ સાથે યુદ્ધ દરમિયાન શ્રીરામની મદદ કરનારાઓની પણ પૂજા થાય છે. હનુમાન, નલ-નીલ, સુગ્રીવ, જાબુવંત, વિભિષણની પણ પૂજા થશે. 

શું હોય છે નિશાન પૂજા?
પ્રભુ રામના સૌથી મોટા ભક્ત હનુમાનજી શ્રી રામચંદ્રજીના દ્વારના રક્ષક છે. શ્રીરામજીના દ્વારમાં તેમની આજ્ઞા વગર કોઈને પ્રવેશ મળતો નથી. આ જ કારણ છે કે નિશાન પૂજનની માન્યતાઓ મુજબ પ્રભુ શ્રીરામ સંલગ્ન કોઈ પણ વિશેષ કાર્ય કરતા પહેલા તેમના પરમભક્ત અનુમાનની આજ્ઞા જરૂરી છે અને ભૂમિપૂજન અગાઉ હનુમાનજીના નિશાન પૂજન આ વાતને દર્શાવે છે. નિશાન પૂજન અંગે માન્યતા છે કે હનુમાનજીના આ નિશાન 1700 વર્ષ જૂના છે. કુંભના સમયથી નિશાન પૂજન થાય છે. 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજન અગાઉ આજ હનુમાનગઢીના મહંત ગૌરી શંકર દાસ નિશાન પૂજન કરશે. 

હનુમાનગઢીમાં હનુમાન પૂજન અને નિશાન પૂજન બંનેની પૂજા થાય છે. નિશાન પૂજા અખાડાના નિશાનની પૂજા હોય છે. નિર્વાણ અખાડાના ઈષ્ટદેવ હનુમાનજી છે. સૌથી પહેલા હનુમાનજીની પૂજા થાય છે. અખાડાઓના નિશાનની પૂજાનું પણ હનુમાન પૂજા જેટલું જ મહત્વ છે. 

જુઓ LIVE TV

આધ્યાત્મના રંગમાં રંગાઈ અયોધ્યા
રામ મંદિરના ભૂમિ પૂજન અગાઉ અયોધ્યા આધ્યાત્મના રંગમાં રંગાઈ છે. રામના ખાસ પાન 5100 કલશ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. 11000વાર શંખનાદ કરાશે. સરયુના ઘાટે દીપદાન અને લાઈટિંગ કરાઈ છે. અયોધ્યા સ્ટેશનની પણ સજાવટ કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news