રાહતના સમાચાર: કોરોના સંક્રમણનો દર ઘટતા કેસના આકમાં આવ્યો મોટો ફેરફાર, જાણો કેટલા નોંધાયા કેસ
Coronavirus Cases Update: કોરોના વાયરસનો સંક્રમણ દર ઘટીને 15 ટકા થઈ ગયો છે. દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) ના કેસમાં રાહતના સમાચાર છે. ગત દિવસની સરખામણીએ આજે (શુક્રવારે) કોરોના વાયરસના લગભગ 35 હજાર ઓછા નવા કેસ નોંધાયા છે. સંક્રમણ દર (Positivity Rate) પણ ઘટીને 15.88 ટકા પર આવી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના આટલા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 2 લાખ 51 હજાર 209 નવા કેસ નોંધાયા છે અને વાયરસને કારણે 627 લોકોના મોત થયા છે. જો કે, આ દરમિયાન 3 લાખ 47 હજાર 443 કોરોના સંક્રમિત પણ સાજા થયા છે.
કોરોના પોઝિટિવ રેટમાં ઘટાડો
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં આ સમયે કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા વધીને 21 લાખ 5 હજાર 611 થઈ ગઈ છે. ત્યારે પોઝિટિવિટી દર ઘટીને 15 ટકા પર આવી ગયો છે. જણાવી દઈએ કે ગુરુવારે ભારતમાં કોરોના વાયરસના 2 લાખ 86 હજાર 384 નવા કેસ નોંધાયા અને 573 લોકોના મોત થયા.
India reports 2,51,209 new #COVID19 cases, 627 deaths and 3,47,443 recoveries in the last 24 hours
Active case: 21,05,611 (5.18%)
Daily positivity rate: 15.88%
Total Vaccination : 1,64,44,73,216 pic.twitter.com/vz7DhaPdvz
— ANI (@ANI) January 28, 2022
ભારતમાં ઝડપથી ચાલી રહ્યું છે રસીકરણ
જાણી લો કે ભારતમાં પણ કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 164 કરોડ 44 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 15 કરોડ 82 લાખ 307 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતમાં અત્યાર સુધીમાં 72 કરોડ 37 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે હાલમાં દેશ અને રાજધાનીમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેને જોતા નિષ્ણાતોનું કહેવું છે કે સાવચેતી રાખીને તમામ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકાય છે. ગુરુવારે દિલ્હીમાં કોવિડ-19 ના 4 હજાર 291 કેસ નોંધાયા હતા અને આ દરમિયાન 34 લોકોના મોત પણ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે