સુરતમાં MBBS ફિલ્મને પણ ટક્કાર મારે તેવા 5 ‘મુન્નાભાઈ’ ઝડપાયા, નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે કરી આકરી કાર્યવાહી
નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી લેતા તેમને કડક કાર્યવાહીલ કરવામાં આવી છે, તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયમાં 0 માર્ક સાથે રૂ. 500નો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્ક્વોર્ડે સેકન્ડ યરના 3 અને થર્ડ યર પાર્ટ એકના 2 એમ 5 વિદ્યાર્થીને ફોન સાથે પકડયા હતા.
Trending Photos
ચેતન પટેલ/સુરત: રાજ્યમાં પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા અનેક હાથકડા અપનાવતા હોવાના કિસ્સા તમે સાંભળ્યા હશે. પરંતુ અમે તમને સુરતના એવા પાંચ MBBS વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જે સાંભળીને તમને નવાઈ લાગશે. સુરતમાં સરકારી મેડિકલ કોલેજમાંથી MBBSની પરીક્ષામાંથી 5 ‘મુન્નાભાઈ’ પકડાયા છે. સાંભળીને હસવું આવ્યું હશે પરંતુ વાત સાચી છે. તેમને નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી લીધા હતા. પાંચેય લોકો પોતાના મોબાઇલમાં PDF જોઈને જવાબો લખતા હતા, એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થી હેડ ફોન લગાડી ચોરી કરતા હતા.
પરંતુ નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી લેતા તેમને કડક કાર્યવાહીલ કરવામાં આવી છે, તમામ વિદ્યાર્તીઓને જે તે વિષયમાં 0 માર્ક સાથે રૂ. 500નો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્ક્વોર્ડે સેકન્ડ યરના 3 અને થર્ડ યર પાર્ટ એકના 2 એમ 5 વિદ્યાર્થીને ફોન સાથે પકડયા હતા.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે નર્મદ યુનિવર્સિટીએ 30 વિદ્યાર્થીનું હિયરિંગ કર્યું હતું. વિદ્યાર્થીઓએ ભૂલ કબૂલી લેતા તેમને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે રૂ. 500 દંડ કર્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવીને સ્ક્રિનશોર્ટ એક બીજાને મોકલી જવાબો લખતા હતા. યુનિવર્સિટીએ આવા 15 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે રૂ. 500 દંડ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે