કોરોના અંગે રાહતના સમાચાર, દર્દીઓનો રિકવરી રેટ નાટ્યાત્મક રીતે વધ્યો, જાણો મંત્રાલયે શું કહ્યું?

સમગ્ર દેશમાં લોકડાઉનથી (Lockdown) લોકોને પહેલાની અપેક્ષા થોડી રાહત આપવામાં આવી છે. બીજી તરફ ICMR એ ગત્ત બે મહિનામાં સૌથી વધારે ફોકસ ટેસ્ટિંગ કેપેસિટી વધારવા પર કર્યુ છે. આજે 681 લેબ સમગ્ર દેશમાં સેમ્પલ ટેસ્ટિંગ કરી રહી છે. ICMR તરફથી હાજર નિવિદા ગુપ્તાએ જણાવ્યું કે, અમે ટેસ્ટિંગની ક્ષમતા ઘણી વધારી છે. ઇન્ડિયન ટેસ્ટિંગ કિટ્સ મોટા પ્રમાણમાં છે. અમે શરૂઆતમાં ગ્લોબલ ક્રાઇસિસ ફેસ કર્યો હતો પરંતુ હવે કોઇ સમસ્યા નથી.
કોરોના અંગે રાહતના સમાચાર, દર્દીઓનો રિકવરી રેટ નાટ્યાત્મક રીતે વધ્યો, જાણો મંત્રાલયે શું કહ્યું?

નવી દિલ્હી : સમગ્ર દેશમાં લોકડાઉનથી (Lockdown) લોકોને પહેલાની અપેક્ષા થોડી રાહત આપવામાં આવી છે. બીજી તરફ ICMR એ ગત્ત બે મહિનામાં સૌથી વધારે ફોકસ ટેસ્ટિંગ કેપેસિટી વધારવા પર કર્યુ છે. આજે 681 લેબ સમગ્ર દેશમાં સેમ્પલ ટેસ્ટિંગ કરી રહી છે. ICMR તરફથી હાજર નિવિદા ગુપ્તાએ જણાવ્યું કે, અમે ટેસ્ટિંગની ક્ષમતા ઘણી વધારી છે. ઇન્ડિયન ટેસ્ટિંગ કિટ્સ મોટા પ્રમાણમાં છે. અમે શરૂઆતમાં ગ્લોબલ ક્રાઇસિસ ફેસ કર્યો હતો પરંતુ હવે કોઇ સમસ્યા નથી.

ICMRનું કહેવું છે કે, આપણે પીકથી હજી ઘણા દુર છીએ. પ્રિવેંશ મેજર લઇ રહ્યા છીએ। એક અઠવાડીયામાં તેની અસર દેખાવાની શરૂ થઇ જશે. બીજી તરફ સ્વાસ્તય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, જ્યારે કેસ વધે છે ત્યારે વ્યવસ્થા કરવી પડે છે. આ સ્ટેટની ઉપર નિર્ભર કરે છે કે તેઓ શું નિર્ણય લેશે. Remedisiver દવાનાં ઉપયોગ અંગે અગ્રવાલે કહ્યું કે, ઇમરજન્સી યુઝ માટે તેની પરમિશન આપવામાં આવી છે. 

લવે જણાવ્યું કે, 15 એપ્રીલે રિકવરી રેટ 11.42 ટકા હતો અને મૃત્યુ દર 3.30 ટકા હતો. 3 મેનાં રોજ રિકવરી રેટ 26.59 ટકા હતો અને મૃત્યુદર 3.25 ટકા હતો. 18 મેનાં રોજ રિકરી રેટ 38.29 ટકા હતો અને મૃત્યુ દર 3.15 ટકા હતો. બીજી તરફ 2 જુને રિકવરી રેટ 48.70 ટકા છે અને મૃત્યુદર 2.82 ટકા છે.

આંકડાઓ અનુસાર 60થી 74 વર્ષની ઉંમરના લોકોનાં મોતનું પ્રમાણ 38 છે. 75 વર્ષથી ઉપરની ઉંમરનાં લોકોનાં મોતનું પ્રમાણ 12 છે. 73 ટકા મોત એવા થયા છે જેમાં દર્દીઓનાં બાકી રોગ પણ હતા. 27 કા મોત એવા છે જેમાં દર્દીઓને માત્ર કોરોનાને કારણે જ મોત નિપજ્યાં હોય.

મંત્રાલયના અનુસાર કોરોનાને કારણે મોટી ઉંમરના લોકો મોટા પ્રમાણમાં રિકવર થઇ રહ્યા છે. આયુષ મંત્રાલય તરફથી ભલામણ કરવામાં આવેલા ઇમ્યૂનિટી બૂસ્ટિંગ પર કામ કરવાની જરૂર છે. જે પણ હાઇ રિસ્ટવાળા લોકો છે. તેઓ વધારે સતર્કતા વરતે. રિકવરી રેટમાં ઘણો વધારો થઇ રહ્યો છે. મંત્રાલયના અનુસાર અમે કહીએ છીએ કે અમારો દેશ સાતમાં નંબર પર છે. જે ખોટી સરખામણી છે. અમારા દેશની વસ્તી ઘણી છે. અને તે તુલના વસ્તીનાં હિસાબથી કરો.

14 દેશ જેની  વસ્તી આપણા દેશ બરોબર છે ત્યાં આપણા કરતા 22.5 ગણા વધારે કેસ છે. અને ત્યાં મરનારા લોકોનું પ્રમાણ 55.2 ગણો વધારે છે. Remedisiver દવાના ઇમરજન્સી યુઝ માટે પરમિશન આપવામાં આવી છે. ડેથ મુદ્દે કોઇ અંડર રિપોર્ટિંગ નથી થઇ રહ્યું. ICMR તરફથી હાજર નિવેદિતા ગુપ્તાએ જણાવ્યું કે, SERO સર્વેનાં રિપોર્ટ અઠવાડીયામાં આવી જશે. ટેસ્ટિંગની ક્ષમતા આપણે ખુબ જ વધારી છે. ઇન્ડિયન ટેસ્ટિંગ કિટ્સ ઘણા મોટા પ્રમાણમાં છે. આપણે શરૂઆતમાં ગ્લોબલ ક્રાઇસિસ ફેસ કર્યા હતા પરંતુ હવે કોઇ જ સમસ્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news