રાહતના સમાચાર: કોરોનાના દર્દીઓનાં સ્વસ્થય થવાની ટકાવારી વધી, 325 જિલ્લા ચેપ મુક્ત
Trending Photos
નવી દિલ્હી : સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના (Coronavirus) સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવી રહેલા ઉપાયો હવે સાર્થકક પરિણામો જોવા મળી રહ્યા છે. આનું જ પરિણામ છે કે દેશમાં સંક્રમિત દર્દીઓનાં સ્વસ્થ થવાનું પ્રમાણ વધ્યું છે. સાથે જ દેશનાં 325 જિલ્લા ચેપ મુક્ત છે.
સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન (બંધ)નાં હવે પરિણામ મળવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, સંક્રમણથી પ્રભાવિત થયેલા 17 રાજ્યોનાં 27 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી ચેપનો એક પણ કેસ આવ્યો નથી. આ પ્રકારે પુડુચેરીનાં માહે જિલ્લામાં ગત્ત 28 દિવસથી ચેપનો એક પણ નવો કિસ્સો સામે નથી આવ્યો. લવ અગ્રવાલનાં અનુસાર ચેપની ચેઇન તુટ્યાનું આ પરિણામ છે.
અગ્રવાલના અનુસાર ચેપગ્રસ્ત જિલ્લાઓમાં બે અઠવાડીયાથી એક પણ દર્દી નથી મળ્યો. તેમાં બિહારનું પટના, પશ્ચિમ બંગાળમાં નાદિયા, રાજસ્થાનમાં પ્રતાપગઢ, ગુજરાતમાં પોરબંદર, ગોવામાં દક્ષિણી ગોવા, ઉત્તરપ્રદેશમાં પીલભીત, જમ્મુ કાશ્મીરમાં રાજોરી, ઉત્તરાખંડમાં પઢી ગઢવાલ, છત્તીસગઢમાં રાજનંદગાંવ, કર્ણાકમાં બેલ્લારી, કેરળમાં વાયનાડ, હરિયાણામાં પાનીપત અને મધ્યપ્રદેશમાં શિવપુરી જિલ્લાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દ્વારા મંગળવારે લોકડાઉનનો સમયગાળો 14 એપ્રીલથી વધારીને ત્રણ મે સુધી કરવાની જાહેરાત બાદ બુધવારે ગૃહમંત્રાલયે સંક્રમણની અધિકતાવાળા 170 હોટસ્પોટ જિલ્લા અને 207 સંભવિત હોટસ્પોટ જિલ્લાની ઓળખ કરીને તેમાં સધન સંક્રમણ વિરોધી અભિયાન ચલાવવાનાં રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે