PM મોદીના સંબોધને બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડ લોકોએ જોયું LIVE પ્રસારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં લોકડાઉન -2 અંગે ટીવી પર સંબોધનનો રેકોર્ડ 20.3 કરોડ લોકોએ જોયું. પ્રસારણ દર્શક અનુસંધાન પરિષદ (બાર્ક) દ્વારા ગુરૂવારે કહ્યું કે, વડાપ્રધાનનાં સંબોધને તેમનાં જ ગત્ત રેકોર્ડને તોડ્યો છે. પોતાના આ સંબોધનમાં મોદીએ રાષ્ટ્રવ્યાપી બંધને 19 દિવસ વધારવાની જાહેરાત કરી. બજાર સંશોધન એજન્સી એસી નીલ્સને કહ્યું કે, રેકોર્ડ સંખ્યા લોકોના સંપર્કની માહિતી મેળવવાનાં આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કર્યું છે, પરંતુ તેમાંથી માત્ર 10 ટકા જ તેનો ઉપયોગ કરી રહ્યા છે.
PM મોદીના સંબોધને બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડ લોકોએ જોયું LIVE પ્રસારણ

મુંબઇ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં લોકડાઉન -2 અંગે ટીવી પર સંબોધનનો રેકોર્ડ 20.3 કરોડ લોકોએ જોયું. પ્રસારણ દર્શક અનુસંધાન પરિષદ (બાર્ક) દ્વારા ગુરૂવારે કહ્યું કે, વડાપ્રધાનનાં સંબોધને તેમનાં જ ગત્ત રેકોર્ડને તોડ્યો છે. પોતાના આ સંબોધનમાં મોદીએ રાષ્ટ્રવ્યાપી બંધને 19 દિવસ વધારવાની જાહેરાત કરી. બજાર સંશોધન એજન્સી એસી નીલ્સને કહ્યું કે, રેકોર્ડ સંખ્યા લોકોના સંપર્કની માહિતી મેળવવાનાં આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કર્યું છે, પરંતુ તેમાંથી માત્ર 10 ટકા જ તેનો ઉપયોગ કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદીનાં કોરોના વાયરસ મહામારી અંગે દેશની જનતાને ચાર વખત સંબોધિતન કરી ચુક્યા છે. પહેલીવાર તેમણે જનતા કર્ફ્યુંનું આહ્વાન કર્યું. ત્યાર બાદ લોકડાઉનની જાહેરાત અને ત્રીજી વખત ઘરમાં મીણબત્તીઓ અને દિવા કરવા માટેનું આહ્વાન કર્યું. આ અગાઉ મોદીએ જ્યારે પહેલીવાર 21 દિવસના બંધનું આહ્વાન કર્યું કો તેમના આ સંબોધનને રેકોર્ડ  19.3 કરોડ લોકોએ જોયું. 

બાર્કનાં મુખ્ય કાર્યકારી સુનીલ લુલ્લાએ પત્રકારોને કહ્યું કે, વડાપ્રધાને મંગળવારે રાષ્ટ્રવ્યાપી બંધનો 19 દિવસ વધારવાની જાહેરાત કરી. તેમનાં આ 25 મિનિટનાં સંબોધનનું પ્રસારણ 199 પ્રસારણ કંપનીઓએ કર્યું. તમામ દર્શકોની સંખ્યાના આધારે ગણત્રી કરવામાં આવે તો આ પ્રસારણને ચાર અબજ મિનિટ જોવામાં આવ્યો આ પણ એક અનોખો રેકોર્ડ છે.

પરિષદે કહ્યું કે, 12 એપ્રીલે સમાપ્ત સુધી ટીવી જોવાનો આંકડો કોવિડ 19 પહેલાની તુલનામાં 28 ટકા વધ્યો. લુલ્લાએ સંકેત આપ્યો કે,  તેના કારણે રાષ્ટ્રીય પ્રસારણકર્તા દુરદર્શનનાં દર્શકોની સંખ્યામાં વધારો છે. બધ દરમિયાન દુરદર્શને રામાયણ અને મહાભારત પ્રસારણ ફરી એકવાર ચાલુ કર્યું છે. જેના કારણે તેનાં દર્શકોની સંખ્યા પણ વધી છે. તેમણે કહ્યું કે, સામાન્ય મનોરંજન ચેનલોનાં દર્શકોની સંખ્યા દુરદર્શનનાં કારણે વધી છે. જો કે તેનું એક બીજુ પાસુ એવું પણ છે કે, દર્શકોની સંખ્યા વધી છે, બીજી તરફ આ દરમિયાન જાહેરાતમાં ઘટાડો થયો છે. આ દરમિયાન જાહેરાતોનાં સમયે કુલ 26 ટકાનો ઘટાડો આવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news