Corona પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું- શહેરો બાદ હવે ગામડા પણ પરમાત્મા નિર્ભર!
તમને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરી માત્રામાં ઓક્સિજન આપવાની અપીલ કરી હતી. તેમણે કોરોના દર્દીઓને બચાવવા માટે સૂચનો પણ કર્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) કોરોના સંકટ (Corona crisis) ને લઈને સતત મોદી સરકાર પર હુમલા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યુ, 'શહેરો બાદ હવે ગામડા પણ પરમાત્મા નિર્ભર.'
આ પહેલા આજે રાહુલ ગાંધીએ ટ્વિટર પર બે તસવીરો શેર કરી હતી. પ્રથમ તસવીરમાં કેટલાક લોકો ઓક્સિજન સિલિન્ડર લેવા માટે લાઇનમાં ઉભા જોવા મળી રહ્યા છે. તો બીજી તસવીર દિલ્હીના ઈન્ડિયા ગેટ પાસેની છે, જ્યાં ખોદકામ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર તસવીરે શેર કરતા લખ્યુ- દેશને પીએમ આવાસ નહીં, શ્વાસ જોઈએ.
शहरों के बाद, अब गाँव भी परमात्मा निर्भर! pic.twitter.com/KvJxN6fRIU
— Rahul Gandhi (@RahulGandhi) May 9, 2021
તમને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરી માત્રામાં ઓક્સિજન આપવાની અપીલ કરી હતી. તેમણે કોરોના દર્દીઓને બચાવવા માટે સૂચનો પણ કર્યા હતા. તેમણે એક ટ્વીટ દ્વારા કહ્યુ, દેશવાસીઓને બચાવવા માટે જરૂરી છે કે મોટા પાયા પર લોકોને વેક્સિન આપવી. સાચા આંકડા અને નવા કોરોના સ્ટ્રેનનું વિશ્લેષણ. આ સાથે નબળા વર્ગને આર્થિક સહાય કરવી. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ, દુર્ભાગ્યથી કેન્દ્ર સરકાર સાબિત કરી રહી છે કે તેનાથી આ થઈ શકશે નહીં.
કોંગ્રેસે સંપૂર્ણ લૉકડાઉન લગાવવાની માંગ કરી
કોંગ્રેસે કોરોના મહામારીની બીજી લહેરને ધ્યાનમાં રાખી શનિવારે કહ્યુ કે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તર પર સંપૂર્ણ લૉકડાઉન લગાવવૂ જોઈએ અને સાથે ગરીબોને છ હજાર રૂપિયાની આર્થિક મદદ કરવી જોઈએ. પાર્ટીએ તે આરોપ પણ લગાવ્યો કે કેન્દ્ર સરકાર રસી પર જીએસટી લગાવી લૂટી રહી છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, રસી માટે બજેટનો પૂરો ઉપયોગ કરવામાં આવ્યો નથી. વ્યક્તિના જીવની કિંમત નથી. એવુ એટલા માટે કે પ્રધાનમંત્રીનો અહંકાર વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે