શાબાશ...બેંગ્લુરુના આ ડોક્ટરે શોધી નાખ્યો જીવલેણ કોરોના વાયરસને નાથવાનો ઉપાય

દુનિયાભરમાં તબાહી મચાવનારા કોરોના વાયરસે ભારતમાં પણ તાંડવ મચાવ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સંક્રમણના 114 નવા કેસ સામે આવ્યાં છે. અત્યાર સુધી 17 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 808 પોઝિટિવ કેસ છે. સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો કોરોના વાયરસ માટે રસી શોધવામાં લાગ્યા છે ત્યારે આ બધા વચ્ચે બેંગ્લુરુના એક ડોક્ટરે એવો દાવો કર્યો છે કે તેમણે કોરોનાનો પ્રભાવી ઉપચાર શોધી કાઢ્યો છે. 

શાબાશ...બેંગ્લુરુના આ ડોક્ટરે શોધી નાખ્યો જીવલેણ કોરોના વાયરસને નાથવાનો ઉપાય

બેંગ્લુરુ: દુનિયાભરમાં તબાહી મચાવનારા કોરોના વાયરસે ભારતમાં પણ તાંડવ મચાવ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સંક્રમણના 114 નવા કેસ સામે આવ્યાં છે. અત્યાર સુધી 17 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 808 પોઝિટિવ કેસ છે. સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો કોરોના વાયરસ માટે રસી શોધવામાં લાગ્યા છે ત્યારે આ બધા વચ્ચે બેંગ્લુરુના એક ડોક્ટરે એવો દાવો કર્યો છે કે તેમણે કોરોનાનો પ્રભાવી ઉપચાર શોધી કાઢ્યો છે. 

સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ બેંગ્લુરુના ઓન્કોલોજિસ્ટ વિશાલ રાવે દાવો કર્યો છે કે તેમણે કોરોના વાયરસ માટે ઉપચાર શોધી કાઢ્યો છે. તેમણે દાવો કર્યો છે કે આ ઉપચાર આ સપ્તાહના અંત સુધીમાં પરીક્ષણ માટે તૈયાર થઈ જશે. 

— ANI (@ANI) March 27, 2020

ડોક્ટરે કહ્યું કે આ ઉપચાર વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમને રીટ્રિગર કરશે જે Sars-Cov-2ના કારણે પ્રભાવિત થયેલી હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ દવા કોરોના વાયરસની વેક્સિન નથી પરંતુ તે દર્દીની ઈમ્યુન સિસ્ટમને મજબુત કરવાનું કામ કરશે જેનાથી દર્દીનું શરીર કોરોના વાયરસ સામે મજબુતાઈથી લડી શકે. 

તેમણે કહ્યું કે અમે સાઈટોકિન્સ(Cytokines) નું નિર્માણ કર્યું છે જે કોવિડ-19ના દર્દીઓની ઈમ્યુન સિસ્ટમ પાવરફૂલ બનાવવા માટે તેમને ઈન્જેક્શન દ્વારા આપી શકાય છે. અમે એક ખુબ જ પ્રાથમિક તબક્કામાં છીએ. આ અઠવાડિયાના અંત સુધીમાં પહેલો સેટ તૈયાર થઈ જાય તેવી આશા છે. 

— ANI (@ANI) March 27, 2020

ડોક્ટર રાવે કહ્યું કે અમે સંભવિત ઉપચારની તાબડતોબ સમીક્ષા માટે સરકારને એક અરજી પણ કરી છે. બેંગ્લુરુના આ કેન્સર વિશેષજ્ઞએ કહ્યું કે માનવ શરીરની કોશિકાઓ વાયરસને મારવા માટે ઈન્ટરફેરોન કેમિકલ (Interferon Chemical) છોડે છે.  Sars-Cov-2થી સંક્રમિત થયા બાદ કોશિકાઓની આ પ્રક્રિયા બંધ થઈ જાય છે. જેનાથી ઈમ્યુન સિસ્ટમ નબળી પડવા લાગે છે. તેમણે કહ્યું કે કોવિડ-19 સામે લડવામાં ઈન્ટરફેરોન પ્રભાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news