Coronavirus : ગુજરાતમાં પીડિતોનો આંકડો પહોંચ્યો 53 સુધી, લેટેસ્ટ સ્થિતિ જાણવા કરો ક્લિક
ગુજરાતના કેટલાક શહેરોમાં શાક માર્કેટ અને કરિયાણા માર્કેટ બંધ કરાવીને તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે.
Trending Photos
અમદાવાદ : આરોગ્ય સચિવ જયંતી રવિએ પ્રેસ સંબોધનમાં માહિતી આપી છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાપીડિતના 6 નવા પોઝિટિવ કેસ મળતા કોરોનાપીડિત દર્દીઓની (Coronavirus) સંખ્યા 53 સુધી પહોંચી ગઈ છે. આ વાઇરસને કારણે ગુજરાતમાં કુલ 3 મોત નોંધાયા છે.
Six more people have been tested #COVID19 positive, taking total number of cases to 53 in Gujarat: Jayanti Ravi, Principal Secretary, Health and family welfare Department pic.twitter.com/dualdFdvwb
— ANI (@ANI) March 28, 2020
જયંતી રવિએ ગઈ કાલે મીડિયા સંબોધનમાં આ માહિતી આપી હતી કે જેટલું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખશો, તેટલો જ ચેપ ઓછો લાગશે. ત્યારે ગુજરાત માટે હાલ તો હાશકારો થાય તેવા આ સમાચાર છે. હાલ ગુજરાત સરકાર દ્વાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શક્યત તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં જ્યાં જ્યાં ટોળા ઉભરાય છે, તે સમસ્યા દૂર કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેથી લોકો એકબીજાના સંપર્કમાં આવતા બચી શકે.
ગુજરાતના કેટલાક શહેરોમાં શાક માર્કેટ અને કરિયાણા માર્કેટ બંધ કરાવીને તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે