Corona virus Cases: ડરાવવા લાગ્યો કોરોના વાયરસનો વેરિએન્ટ JN.1, દેશભરમાં 110 કેસ

Coronavirus Cases in India: દિલ્હીમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ જેએન.1 નો કેસ સામે આવી ચુક્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે તેની પુષ્ટિ કરી છે. 
 

Corona virus Cases: ડરાવવા લાગ્યો કોરોના વાયરસનો વેરિએન્ટ JN.1, દેશભરમાં 110 કેસ

નવી દિલ્હીઃ Coronavirus Cases in Delhi: દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. આ વચ્ચે કોવિડ 19ની દિલ્હીમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. રાજધાનીમાં બુધવારે જેએન.1 નો પ્રથમ કેસ સામે આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે આ વાતની જાણકારી આપી છે. 

તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે દિલ્હીમાં કોવિડ 19ના સબ-વેરિએન્ટ જેએન.1નો પ્રથમ કેસ સામે આવ્યો છે. જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવેલા 3 સેમ્પલમાંથી જેએન.1 અને બે કેસ ઓમીક્રોન વેરિએન્ટના મળ્યા છે.

8 રાજ્યોમાં પહોંચી ગયો છે JN.1 
આ સાથે દેશભરમાં જેએન.1 વેરિએન્ટના કેસની સંખ્યા 110 થઈ ગઈ છે. દિલ્હી પહેલા 8 રાજ્યોમાં JN.1 ના કેસ સામે આવી ચુક્યા છે. આ રાજ્યોમાં ગુજરાત, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, કેરલ, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગણા સામેલ છે.

JN.1 વેરિએન્ટના સૌથી વધુ 36 કેસ ગુજરાતમાં સામે આવ્યા છે, જ્યારે કર્ણાટકમાં તેના 34 કેસની પુષ્ટિ થઈ છે. નવા વેરિએન્ટથી પ્રભાવિત મોટા ભાગના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

કોરોનાના 529 નવા કેસ નોંધાયા 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, બુધવારે (27 ડિસેમ્બર) ભારતમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા હતા. આ સાથે કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 4093 થઈ ગઈ છે. આ સિવાય વાયરસના કારણે 3 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં કર્ણાટકના બે અને ગુજરાતના એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

92 ટકા દર્દીઓની ઘર પર થઈ રહી છે સારવાર
કોરોનાના વધતા કેસ વચ્ચે નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો વીકે પોલે કહ્યુ કે નવા વેરિએન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને પોતાની સર્વેલાન્સ સિસ્ટમને મજબૂત કરવા કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સંક્રમિત લોકોમાંથી 92 ટકા લોકોની સારવાર ઘર પર થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news