ભારતમાં કોરોનાના કેસમાં ફરી બ્લાસ્ટ, નવા 60 હજાર કેસથી આંકડો 23 લાખને પાર

દેશભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, સાથે જ સાજા થનારા દર્દીઓના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે 12 ઓગસ્ટ પર દેશમાં કોરોનાના આંકડા પર કરીએ એક નજર....

ભારતમાં કોરોનાના કેસમાં ફરી બ્લાસ્ટ, નવા 60 હજાર કેસથી આંકડો 23 લાખને પાર

ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં કોરોના (Coronavirus) નો આંકડો 23 લાખને પાર થઈ ગયો છે. તો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં તેની ઘાતક અસર જોવા મળી છે. દેશમાં ગત  24 કલાકમાં 60963 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કે, 834 દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ, ભારત માટે રાહત આપનારા સમાચાર એ છે કે, અત્યાર સુધી કુલ દર્દીઓમાંથી 16 લાખ 39 હજાર 599 લોકો રિકવર થઈને ઘરે પરત ફર્યાં છે. રિકવરી રેટ 70.37 ટકા છે. 

The #COVID19 tally rises to 23,29,639 including 643948 active cases, 1639600 cured/discharged/migrated & 46091 deaths: Ministry of Health pic.twitter.com/9GaPqxRm54

— ANI (@ANI) August 12, 2020

કોરોનાના અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસોમાં 23 લાખ 29 હજાર 638 કેસ છે. તો સંક્રમણમાં અત્યાર સુધી 46 હજાર 91 લોકોના મોત નિપજ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય દ્વારા જાહેર આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 6 લાખ 43 હજાર 948 દર્દીઓની કોવિડ-19 ની સારવાર ચાલી રહી છે. તો 16 લાખ 39 હજાર 599 લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news