દેશમાં બહુ જલ્દી શરૂ થઈ શકે છે કોરોનાની રસીનું પ્રોડક્શન, માર્કેટમાં આવતા લાગશે આટલો સમય
કંપનીએ કહ્યું છે કે ભારતમાં આ રસીનું પરીક્ષણ શરૂ કરવા માટે જરૂરી મંજૂરી લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ રસી બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ રવિવારે કહ્યું છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોવિડ-19 રસીનું તે બે-ત્રણ સપ્તાહમાં ઉત્પાદન શરૂ કરવાની યોજના છે. જો માણસ પર આ રસીનું ટેસ્ટિંગ સફળ રહ્યું તો ઓક્ટોબર સુધી આ રસી બજારમાં આવવાની આશા છે. પૂણે સ્થિત કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા તે સાત વૈશ્વિક કંપનીઓમાં સામેલ છે જેની સાથે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ રસીનું ઉત્પાદન કરવા માટે ભાગીદારી કરી છે.
કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અદાર પૂનાવાલાએ કહ્યું છે કે અમારી ટીમ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ડોક્ટર હિલ સાથે મળીને કામ કરી રહી છે. આગામી બેથી ત્રણ સપ્તાહમાં તેનું ઉત્પાદન શરૂ કરવાની આશા છે. પ્રથમ છ મહિનાના ઉત્પાદનની ક્ષમતા પ્રતિ માસ 50 લાખ ડોઝની રહેશે. ત્યારબાદ અમે ઉત્પાદન વધારીને પ્રતિ માસ એક કરોડ ડોઝ કરવાની આશા છે. અદાર પૂનાવાલાએ કહ્યું છે કે અમને આશા છે કે કોવિડ-19 રસી સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી બજારમાં આવી જશે. પરંતુ તે માટે રસીનું ટેસ્ટિંગ જરૂરી સુરક્ષા તથા પૂરતી અસર સાથે સફળ થઈ જાય તે જરૂરી છે. અમે આગામી બેથી ત્રણ સપ્તાહમાં આ રસીનું ટેસ્ટિંગ ભારતમાં શરૂ કરી દઈશું.
કંપનીએ કહ્યું છે કે ભારતમાં આ રસીનું પરીક્ષણ શરૂ કરવા માટે જરૂરી મંજૂરી લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. અદાર પૂનાવાલાએ કહ્યું છે કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા અમે તે પ્રયાસ માટે જાતે જ ફંડિંગ કર્યું છે. અમને આશા છે કે ઉત્પાદન વધારવામાં અમે અન્ય ભાગીદારોનો પણ સહયોગ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે