Corona Vaccine: બેફિકર થઈને લગાવો કોરોનાની રસી, આડઅસર થશે તો વીમા કંપનીઓ ઉઠાવશે ખર્ચ

કોરોના મહામારીનો એકમાત્ર ઈલાજ છે રસી. પરંતુ આડઅસરના ડરથી લોકો રસી મુકાવતા ડરી રહ્યા છે. સરકારે તમામ લોકો સુધી રસી પહોંચી શકે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. જે વચ્ચે IRDAIએ કોરોના રસીની આડઅસર અને વીમાની રકમ મામલે મહત્વની જાહેરાત કરી છે.

Corona Vaccine: બેફિકર થઈને લગાવો કોરોનાની રસી, આડઅસર થશે તો વીમા કંપનીઓ ઉઠાવશે ખર્ચ

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના મહામારીનો એકમાત્ર ઈલાજ છે રસી. પરંતુ આડઅસરના ડરથી લોકો રસી મુકાવતા ડરી રહ્યા છે. સરકારે તમામ લોકો સુધી રસી પહોંચી શકે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. જે વચ્ચે IRDAIએ કોરોના રસીની આડઅસર અને વીમાની રકમ મામલે મહત્વની જાહેરાત કરી છે. કોરોનાની નવી લહેરથી દેશભરમાં લોકો ગભરાયેલા છે. દેશમાં 8 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી મુકાઈ ચુકી છે. હાલ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી મુકવામાં આવી રહી છે.

No description available.

જો કે, કેટલાક લોકો કોવિડ-19 રસી મામલે ભ્રમની સ્થિતિમાં છે. કોરોનાની રસી લગાવ્યા બાદ જો તમારી તબિયત ખરાબ થઈ છે અને તમે હૉસ્પિટલમાં ભરતી થયા છો તો, તેનો ખર્ચ ઈન્સ્યોરન્સ કંપની ઉઠાવશે. ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ(IRDAI)એ તમામ વીમા કંપનીઓએ આ મામલે આદેશ જાહેર કર્યો છે. IRDAIએ એક નિવેદનમાં કહ્યું છે કે, એ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કોરોનાની રસી લગાવ્યા બાદ કોઈ પ્રકારના રિએક્શનથી હૉસ્પિટલમાં ભરતી થવું પડે તો શું હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી દ્વારા કવર કરવામાં આવશે? જેના પર IRDAIનો આદેશ છે કે, કોવિડ-19 રસી મુકાવ્યા બાદ પ્રતિકૂળ અસરથી હૉસ્પિટલમાં જો કોઈ ભરતી થાય તો તેનો ખર્ચ વીમા કંપની ઉઠાવશે.

મહત્વનું છે કે, વીમા નિયામકે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીમાં કોવિડ-19ના ઈલાજને સામેલ કર્યો હતો, પરંતુ તેમાં રસીનો ખર્ચ નહોતો સામેલ કર્યો. જો કે હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે રસીકરણ બાદ જો રિએક્શન આવે અને કોઈએ હૉસ્પિટલમાં દાખલ થવું પડે, તો તેને અન્ય બીમારીની જેમ જ માનવામાં આવશે અને તેનો ખર્ચ વીમા કંપની કવર કરશે.

ઓલ્ડ લેડી 40% ભંગાઈ ગઈ છે, હવે મ્યૂઝિયમ કેવી રીતે બનાવશો : સુપ્રીમ કોર્ટ

સામાન્ય વીમાની સાથે જ કોરોનાના કારણે હૉસ્પિટલના ખર્ચને કવર કરવા માટે બે ખાસ વીમા યોજના છે. એક છે કોરોના કવચ પોલિસી. જેને માત્ર જનરલ અને હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ ઑફર કરે છે. જ્યારે બીજી છે કોરોના રક્ષક જેને કોઈ પણ વીમા કંપની ઑફર કરી શકે છે. કોરોના કવચ પોલિસી તમે એકલા માટે અથવા તો ફેમિલી માટે લઈ શકો છો. જ્યારે કોરોના રક્ષક માત્ર એક વ્યક્તિ માટે જ છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news