Corona: રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં પોતાની કામગીરીનો વ્યાપ વધાર્યો, હવે ICU સહિત 875 બેડનું કરશે સંચાલન

"સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (R.F.H) કોરોના દર્દીઓ માટે 650 હેડનું સંચાલન કરશે તો રિલાયન્સ ફાઉન્ડેશન 100 આઈસીયૂ બેડ ઉભા કરી તેનું સંચાલન કરશે. 

Corona: રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં પોતાની કામગીરીનો વ્યાપ વધાર્યો, હવે ICU સહિત 875 બેડનું કરશે સંચાલન

મુંબઈઃ દેશમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ સંક્રમિત રાજ્ય છે. ત્યારે દેશની આર્થિક રાજધાનીમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. આ વચ્ચે રિલાયન્સ ફાઉન્ડેશન કોરોના દર્દીઓની મદદ માટે આગળ આવ્યુ છે. રિલાયન્સે પોતાની કામગીરીમાં વધારો કર્યો છે. રિલાયન્સ હવે બીએમસી સાથે મળીને કોરોના દર્દીઓ માટે 875 બેડનું સંચાલન કરશે. 

"સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (R.F.H) કોરોના દર્દીઓ માટે 650 હેડનું સંચાલન કરશે તો રિલાયન્સ ફાઉન્ડેશન 100 આઈસીયૂ બેડ ઉભા કરી તેનું સંચાલન કરશે. 15 મે સુધીમાં આ તમામ બેડ તબક્કાવાર તૈયાર થઈ જશે. રિલાયન્સ ફાઉન્ડેશને એક અખબારી યાદીમાં આ માહિતી આપી છે. 

આ અંગે રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ કહ્યુ કે, અમારા ડોક્ટર અને હેલ્થકેર સ્ટાફે ખુબ મહેનત કરી છે. જરૂરીયાતમંદ લોકોને સ્વાસ્થ્યની સારવાર આપી જીવ બચાવવાનું ચાલુ રાખીશું. 

4થી 8 મે વચ્ચે દેશમાં દરરોજ આવશે 4.4 લાખ નવા કેસ, IITનો દાવો

મહત્વનું છે કે રિલાયન્સે જામનગરની રિફાઇનરીમાં મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન પણ શરૂ કરી દીધુ છે. કંપનીએ 700 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરી હોસ્પિટલોને પહોંચાડ્યો છે. તેઓ કોરોના ગ્રસ્ત રાજ્યોને વિનામૂલ્યો મેડિકલ ઓક્સિજન પહોંચાડી રહ્યા છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news