Citizenship Amendment Act: વિરોધ કરવામાં ભાન ભૂલ્યા CM મમતા બેનરજી, કરી જનમત સંગ્રહની માગણી

નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દે જનમત સંગ્રહની માગણી કરી છે.

Citizenship Amendment Act: વિરોધ કરવામાં ભાન ભૂલ્યા CM મમતા બેનરજી, કરી જનમત સંગ્રહની માગણી

કોલકાતા: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) એ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દે જનમત સંગ્રહ (Referendum) ની માગણી કરી છે. મમતા બેનરજીએ ગુરુવારે કહ્યું કે નાગરિકતા કાયદો (CCA) અને એનઆરસી (NRC) દેશમાં લાગુ થાય કે નહીં તે માટે જનમત સંગ્રહ કરાવવો જોઈએ. જનમત સંગ્રહ સંયુક્ત રાષ્ટ્રની નિગરાણીમાં થવો જોઈએ. તેમણે કહ્યું કે 38 ટકા લોકો દેશના 62 ટકા નાગરિકોના અધિકાર છીનવી શકે નહીં. અત્રે જણાવવાનું કે મમતા બેનરજીનું 38 ટકા મતો કહેવાનું તાત્પર્ય એ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને 38 ટકા મતો મળ્યા હતાં. 

નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધના વંટોળ વચ્ચે સીએમ મમતા બેનરજીએ કહ્યું કે આ બધુ ભાજપનું ષડયંત્ર છે. તેમણે આરોપ લગાવ્યો કે મુસ્લિમ ટોપી પહેરીને ભાજપના કાર્યકરો હિંસા ફેલાવી રહ્યાં છે. 

— ANI (@ANI) December 19, 2019

આ બાજુ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધ દબાવવો, એ ભારતના આત્માને અપમાનિત કરવા જેવું છે. અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટર વિરુદ્ધ ગુરુવારે વ્યાપક દેખાવો થયા. વિદ્યાર્થીઓ મોટાપાયે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે શહેરોમાં ભેગા થયા હતાં. જ્યારે પ્રમુખ રાજકીય પક્ષો તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ પણ કોલકાતા અને અન્ય જિલ્લાઓમાં સભાઓ કરી અને જૂલૂસ કાઢ્યા હતાં. 

વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ અલગ અલગ બેનર પકડીને તથા તિરંગો ઉઠાવીને મધ્ય કોલકાતાના રામલીલા મેદાનમાં ભેગા થયા હતાં. લોકોએ પોતાના શર્ટ લખ્યું હતું કે નો કેબ, નો એનઆરસી. 

જુઓ LIVE TV

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ કોલકાતા અને હાવડામાં છેલ્લા 3 દિવસોમાં મોટા પાયે માર્ચનું નેતૃત્વ કર્યું. કોંગ્રેસે નવા કાયદા વિરુદ્ધ બંધારણ બચાવો દેશ બચાવો નારા સાથે ટીપુ સુલ્તાન મસ્જિદથી સેન્ટ્રલ એવન્યુ સ્થિત રામ મંદિર સુધી જુલૂસ કાઢ્યું. સીએએ અને એનઆરસી વિરુદ્ધ ગત શુક્રવારથી પશ્ચિમ બંગાળમાં હિંસક પ્રદર્શન ચાલુ છે. 

પ્રદર્શનકારીઓએ અનેક ટ્રેનો અને રેલવે સ્ટેશનો તથા રેલવે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રમુખ રાજમાર્ગોને પણ જામ કરાયા હતાં. જેના કારણે લોકોને ખુબ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news