અમદાવાદને અશાંત કરનારા 23 તોફાની તત્વોની અટકાયત, CCTVના આધારે તમામને ઓળખાશે
Trending Photos
અમદાવાદ: શહેરમાં આજે સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટનાં વિરોધમાં તોફાની ટોળા દ્વારા કરવામાં આવેલા હિંસક પ્રદર્શન પર કડક કાર્યવાહી કરીને ડામી દીધો હતો. શહેરનાં કેટલાક વિસ્તારોમાં અજંપાભરી શાંતી છે. પથ્થરમારામાં 20 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. જ્યારે પોલીસે આ તોફાનીઓને કડક હાથે દબાવી દીધો હતો. આ ઉપરાંત 23 જેટલા તોફાની તત્વોની અટકાયત કરવામાં આવી હતી. જેની વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિટીઝનશીમ એમેડમેન્ટ એક્ટનાં વિરોધમાં આજે કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે અમદાવાદનાં મુસ્લિમ બહુમતીવાશા વિસ્તારોમાં લોકો વિરોધનાં નામે ટોળેટોળા એકત્ર થવા લાગ્યા હતા. રેલીનાં વિરોધનાં નામે આ લોકોએ હિંસક પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરતા ટોળાને વિખેરવા ટીયરગેસનાં શેલિંગ અને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તોફાની તત્વોની અટકાયત પણ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે