રાહુલ ગાંધીને 'લોન્ચ' કરવા કોંગ્રેસે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર કરાવ્યા હુમલા

ભાજપે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ લોકોને ભડકાવાનું કામ કર્યું છે 

રાહુલ ગાંધીને 'લોન્ચ' કરવા કોંગ્રેસે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર કરાવ્યા હુમલા

નવી દિલ્હીઃ કોંગ્રેસે પર દેશના ભાગલા પાડવાના અભિયાનમાં સામેલ હોવાનો આરોપ લગાવતા ભાજપે મંગળવારે જણાવ્યું કે, ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલા કરવામાં કોંગ્રેસ પક્ષનો હાત છે અને કોંગ્રેસે રાહુલ ગાંધીને 'લોન્ચ' કરવા માટે ઉત્તર ભારતીયો પર હુમલા કરાવ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ લોકોને ભડકાવાનું કામ કર્યું છે. 

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ 'શહેરી નકસલવાદીઓ'ને આર્થિક મદદ કરી રહી છે. મંદસોરમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોએ લોકોને ભડકાવાનું અને આગ લગાડવાનું કામ કર્યું હ તું. આ તમામ પાછળ રાહુલ ગાંધીને લોન્ચ કરવાનો પક્ષનો પ્રયાસ રહ્યો છે. 

'કોંગ્રેસના ત્રણ 'સી' ઉઘાડા પડી ગયા છે'
સંબિત પાત્રાએ જણાવ્યું કે, 'કોંગ્રેસના ત્રણ 'સી' ઉઘાડા પડી ગયા છે, જેમાં અફરાતફરી (કેઓસ), કાવતરું (કોન્સ્પેરેસી) અને ભ્રમ (કન્ફ્યુઝન) સામેલ છે. કોંગ્રેસે જે રીતે ગુજરાતમાં ષડયંત્ર રચ્યું છે તે અમે જોઈ રહ્યા છીએ.'

સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસની એ નીતિ રહી છે કે સમાજમાં ભાગલા પાડો, દેશ સળગાવો, રાજનીતિ કરો અને પછી બૂમો પાડો. અલ્પેશ ઠાકોરે જ હિંસા ભડકાવી છે, કોંગ્રેસ દેશના ભાગલા પાડવાની રાજનીતિ કરી રહી છે. 

સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું કે, 'પાછળથી ભડકાવા, આગ લગાવવાની રાજનીતિ, લોકોને તોડવા કે ભ્રમ ફેલાવવો એ કોંગ્રેસ પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે અને આ બધાની પાછળ એક જ ધ્યેય છે 'લોન્ચ રાહુલ''. અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય જ નથી, પરંતુ રાહુલ ગાંધીની નજીક પણ છે. 

'ગાંધી પરિવાર સત્તા માટે કંઈ પણ કરી શકે છે'
પાત્રાએ આરોપ લગાવ્યો કે, ગાંધી પરિવાર સત્તા માટે કંઈ પણ કરી શકે છે. જો કોંગ્રેસ પક્ષને તેના માટે દેશનું અહિત પણ કરવું પડે તો તેમાંથી પાછળ ખસતો નથી. કોંગ્રેસ ગમે તેટલું જોર લગાવી લે, પરંતુ ક્ષમતા વગરનો કોઈ પણ નેતા લોન્ચ થઈ શકશે નહીં. દેશના ભાગલા પાડીને કોઈ પણ નેતા સફળતા મેળવી શકશે નહીં. 

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ આ અગાઉ જણાવ્યું હતું કે સરકાર આ બાબતે દૃઢતાપૂર્વક કાર્યવાહી કરે અને શાંતિની સ્થાપના સાથે ઉત્તર ભારતીયોની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news