રાહુલ ગાંધી "હાથી" પર બેસીને 3 રાજ્યોમાં જીતવાની ફોર્મ્યુલા શોધશે

કોંગ્રેસ અને બસપા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી સંયુક્ત રીતે લડે તેવી શક્યતા છે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ બસપાને કેટલીક સીટો આપવા માટે તૈયાર છે. બંન્ને પાર્ટીઓ સૈદ્ધાંતીક રીતે સંમત થઇ ચુકી છે. સુત્રો અનુસાર પાર્ટી ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવાની જવાબદારી મધ્યપ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગહલોત અને છત્તીસગઢમાં પી.એલ પુનિયાને આપવામાં આવી છે. 
રાહુલ ગાંધી "હાથી" પર બેસીને 3 રાજ્યોમાં જીતવાની ફોર્મ્યુલા શોધશે

નવી દિલ્હી : કોંગ્રેસ અને બસપા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી સંયુક્ત રીતે લડે તેવી શક્યતા છે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ બસપાને કેટલીક સીટો આપવા માટે તૈયાર છે. બંન્ને પાર્ટીઓ સૈદ્ધાંતીક રીતે સંમત થઇ ચુકી છે. સુત્રો અનુસાર પાર્ટી ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવાની જવાબદારી મધ્યપ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગહલોત અને છત્તીસગઢમાં પી.એલ પુનિયાને આપવામાં આવી છે. 

ગઠબંધનનું અંતિમ સ્વરપ નક્કી કરવામાં આવ્યા બાદ બંન્ને દળોનાં ટોપનાં નેતાઓ તેનું ઔપચારિક જાહેરાત કરી શકે છે. આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને બસપા સુપ્રીમો માયાવતીની તરફથી લીલી ઝંડી બાદ જ ગઠબંધનની ગાડી આગળ વધી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેય રાજ્યોમાં વર્ષાંતે વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે. હાલ આ ત્રણેય રાજ્યોમાં ભાજપની જ સરકાર છે. 

કોંગ્રેસે એક દિવસ પહેલા જ કર્ણાટકમાં જેડીએસ- બસપા સાથે 2019ની લોકસભામાં ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ત્રણેય રાજ્યોમાં બસપા, કોંગ્રેસ અલગ અલગ લડતા હતા. આ રાજ્યોમાં બસપા કેટલીક સીટો પર મજબુતી સાથે લડતી રહી છે. 2013ની વિધાનસભામાં કોંગ્રેસ અને બસપાનાં કુલ વોટ ભાજપનાં ઉમેદવાર કરતા પણ વધારે થઇ જતા હતા. સુત્રો અનુસાર ગઠબંધન થાય છે તો બંન્ને પાર્ટીઓ એકસાથે ચૂંટણી લડી શકે છે. 

કોંગ્રેસનું ગણીત છે કે માયાવતી સાથે ગઠબંધનનાં કારણે દલિત વોટ તો મળશે જ પરંતુ તેની અસર બીજા રાજ્યોમાં પણ પડશે. કર્ણાટક ચૂંટણી બાદ કોંગ્રેસ અધ્યક્ષે સંકેત આપ્યો હતો કે તે ગઠબંધન કરીને પણ ચૂંટણી લડવા માટે તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news