ગોવા: ડામાડોળ રાજકીય સ્થિતી વચ્ચે કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો ઠોક્યો

કોંગ્રેસનાં 16માંથી 14 ધારાસભ્યો રાજભવનમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરવા માટે ગવર્નરને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા

ગોવા: ડામાડોળ રાજકીય સ્થિતી વચ્ચે કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો ઠોક્યો

પણજી : ગોવામાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરની બીમારી બાદ સત્તાધારી ભાજપ ગઠબંધન નવા પડકારોનો સામનો કરી રહ્યું છે. આ કડીમાં વિપક્ષી કોંગ્રેસે આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો. આ ઘટનાક્રમમાં કોંગ્રેસે 16માંથી 14 ધારાસભ્યો રાજભવનમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરવા માટે ગવર્નર સાથે મુલાકાત કરી. જો કે ગવર્નર મૃદુલા સિન્હા સાથે તેમની મુલાકાત થઇ શકી નહોતી. જેથી કોંગ્રેસે તેમની ઓફીસ પર પોતાનો પત્ર છોડી દીધો હતો. 

— ANI (@ANI) September 17, 2018

આ અંગે કોંગ્રેસ ધારાસભ્યદળનાં નેતા ચંદ્રકાંત કાવલેકર જણાવ્યું કે, અમે સૌથી મોટી પાર્ટી છીએ. અમને પહેલા જ તક આપવામાં આવવી જોઇએ. જુઓ આજે ગોવામાં સરકારની કાર્યશૈલી કેવી થઇ ચુકી છે ? હાલ સરકાર હોવા છતા પણ તે ન હોવા બરોબર છે. અમારી પાસે પુરતા ધારાસબ્યો છે, માટે અમે સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છીએ. ગવર્નર કાલે અહીં આવી જશે ત્યાર બાદ અમે તેમને આ અંગે ફરીથી રજુઆત કરીશું. 

કાવલેકરે કહ્યું કે, અમે રાજભાવનમાં આ અંગેના બે પત્ર સોંપ્યા છે. અમે નથી ઇચ્છતા કે 18 મહિનાની અંદર જ ફરી એકવાર ગોવામાં ચૂંટણી યોજાય. જનતાએ અમને પાંચ વર્ષ માટે પસંદ કર્યા છે. એવામાં જો હાલની સરકાર સુચારૂ રીતે કામ કરવામાં સક્ષમ નથી તો અમને તક આપવામાં આવવી જોઇએ. 

 

manohar parrikar

ભાજપના કેન્દ્રીય પર્યવેક્ષકો સ્થિતીનો તાગ મેળવવા માટે ગોવા પહોંચ્યા
બીજી તરફ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરતની તબિયતને ધ્યાને રાખીને રાજ્યની રાજનીતિક સ્થિતીની માહિતી મેળવવા માટે સત્તાધારી ભાજપ ભાજપના ત્રણ કેન્દ્રીય પર્યવેક્ષકની એક ટીમ રવિવારે અહીં આવી પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પર્રિકરની તબિયત ફરી એકવાર કથળતા તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news