દલાલ સ્ટ્રીટમાં કડાકો: શેરબજારમાં ઘટાડો, સેંસેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો

મુબંઇની દલાલ સ્ટ્રીટ લાલ નિશાનમાં ડૂબતું જોવા મળી રહ્યું છે. શેરબજારમાં સપાટાબંધ ઘટાડો થયો છે. સેંસેક્સમાં લગભગ 500 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો.

દલાલ સ્ટ્રીટમાં કડાકો: શેરબજારમાં ઘટાડો, સેંસેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો

નવી દિલ્હી: મુબંઇની દલાલ સ્ટ્રીટ લાલ નિશાનમાં ડૂબતું જોવા મળી રહ્યું છે. શેરબજારમાં સપાટાબંધ ઘટાડો થયો છે. સેંસેક્સમાં લગભગ 500 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાંરે નિફ્ટીમાં પણ 140 અંકનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. આખા દિવસમાં બજાર પર વેચાણનું જોર જોવા મળી રહ્યું હતું. સેંસેક્સ 1.50 ટકા અને નિફ્ટી 1.31 ટકાથી વધારે તૂટ્યા હતો. નિફ્ટી આખા દિવસમાં 11,369.20ના નીચેલા સ્તર સુધી પહોંચી ગયો હતો. ત્યારે સેંસેક્સ 37,548.9 સુધી તૂટ્યો હતો. દિવસના અંતમાં સેંસેક્સ 505 અંક એટલે કે 1.33 ટકાના ઘટાડા સાથે 37,585.51ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 137 અંક એટલે કે 1.19 ટકા ઘટાડા સાથે 11,377.75ના સ્તર પર બંધ થયો છે.

મિડકેપ શેરમાં દબાણ
આજના કારભારમાં મિડકેપ શેરમાં પણ દબાણ જોવા મળ્યું હતું. સાથે જ સ્મોલકેપ શેરમાં પણ ઘટાડો નોંધાયો છે. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ જોવી મળી રહ્યું છે.

બેંકિંગ શેરમાં ભારે વેચાણ
બેંકિંગ, ફાર્મા, એફએમસીજી, ઓટો, કેપિટલ ગુડ્સ અને કંજ્યૂમર ડ્યુરેબલ્સ શેરમાં વેચાણ જોવા મળી રહ્યું હતું. બેંક નિફ્ટી 1.25 ટકા ઘટાડાની સાથે 26,820ના સ્તરે બંધ થયો હતો. જોકે ભારે ઘટાડાની વચ્ચે આજે આઇટી અને રિયલ્ટી શેરમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.

આ શેરોમાં જોવા મળ્યો ઘટાડો
સન ફાર્મા, ભારતી ઇન્ફ્રા, બજાજ ફાઇનાન્સ, HDFC, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ અને એશિયન પેન્ટ્સ 2.9-2 ટકા સુધી ઘટીને બંધ થયા છે. જોકે BPCL, HPCL, આયશર મોટર્સ, ટેક મહિંદ્રા, પાવર ગ્રિડ, TCS અને અદાણી પોર્ટ્સ 2.7-0.3 ટકા સુધી વધારા સાથે બંધ થયા છે.

મિડકેપ શેરોએ પણ દમ તોડ્યો
મિડકેપ શેરોમાં L&T ફાઇનાન્સ, કમિંસ, અશોક લેલેન્ડ, મેક્સ ફાઇનેશિયલ અને અમારા રાજા 3.1-2.8 ટકા સુધી ઘટી બંધ થયા છે. ત્યાં, MRPL, ઓરેકલ ફાઇનેશિયલ, ડિવીઝ લેબ અને ટોરેન્ટ ફાર્મા 6.3-2.3 ટકા સુધી વધારા સાથે બંધ થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news