લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, કહ્યું- 'હમ નિભાયેંગે', જાણો શું કર્યાં વાયદા

લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) જીતવા કોંગ્રેસ (Congress) પાર્ટી (Party) દ્વારા મંગળવારે ચૂંટણી ઢંઢેરો (Election Manifesto) જાહેર કરાયો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi), સોનિયા ગાંધી (Sonia Gandhi), ડો. મનમોહનસિંહ (manmohan singh), પી ચિદંબરમ (p chidambaram) સહિત નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ મેનીફેસ્ટો જાહેર કરાયો. હમ નિભાયેંગે થીમ પર ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. જાણો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના શું છે ખાસ...

લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, કહ્યું- 'હમ નિભાયેંગે', જાણો શું કર્યાં વાયદા

નવી દિલ્હી:  લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ પાર્ટીએ આજે પોતાનું ઘોષણા પત્ર જાહેર કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓની હાજરીમાં બહાર પાડ્યો. કોંગ્રેસના ઘોષણા પત્રનું નામ હમ નિભાયેંગે રાખવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે અમે આ ઘોષણા પત્રને બનાવવાનું વિચાર્યું તો અમે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે તેમાં જનતાની માગણીઓને વધુ પ્રમાણમાં સામેલ કરવામાં આવે. આ ઘોષણા પત્ર અમે રૂમમાં બેસીને પણ બનાવી શકતા હતાં. પરંતુ અમે એમ કર્યું નથી. અમે આ માટે જનતા વચ્ચે ગયા અને તેમની માગને સાંભળી. હું ઘોષણા પત્ર કમિટીનો આભાર માનુ છું. ચિદમ્બરમજી, એન્ટોનીજી અને મનમોહન સિંહજીનો ખુબ ખુબ આભાર માનું છું. 

ન્યાય યોજના : આ ઘોષણા પત્રની પાંચ મુખ્ય થીમ છે. સૌથી પહેલી થીમ છે ન્યાય, અમે પીએમ મોદીના જૂઠ્ઠાણાને પકડ્યું અને જનતાના મતને જાણ્યાં. ગરીબી પર વાર 72000 એ કોંગ્રેસનું વચન પણ છે અને નારો પણ છે. એક વર્ષમાં 72000 અને 5 વર્ષમાં 3 લાખ 60 હજાર. તે ખેડૂતો અને ગરીબોના ખિસ્સામાં સીધા જશે. 

રોજગાર : બીજી થીમ છે યુવાઓ અને ખેડૂતો (રોજગાર) દેશમાં યુવાઓને રોજગાર મળતા નથી. 22 લાખ પદોને 2020 સુધીમાં કોંગ્રેસ ભરી દેશે. ત્રણ વર્ષ માટે હિન્દુસ્તાનના યુવાઓએ કોઈ પણ બિઝનેસ કરવા માટે કોઈ પણ મંજૂરીની જરૂર પડશે નહીં. 10 લાખ લોકોને ગ્રામ પંચાયતોમાં રોજગારી આપવાનું વચન અપાયું છે.  મનરેગામાં કામ કરવા માટેના દિવસોને 100થી વધારીને 150 કરવાની જાહેરાત કરી છે. 

ખેડૂતો : ખેડૂતો માટે અલગથી બજેટ બહાર પાડવાનું એલાન કરવામાં આવ્યું છે. જે ખેડૂતો કરજ ન ચૂકવી શકે તેમના પર અપરાધિક ગુનો નહીં પરંતુ સિવિલ ગુનો દાખલ થાય. 

વિકાસ દર : જીડીપીનો 6 ટકા ભાગ શિક્ષા પર ખર્ચ કરવામાં આવશે. યુનિવર્સિટીઝ, આઈઆઈટી, આઈઆઈએમ સહિત ટોપ સંસ્થાનો સુધી ગરીબોની પહોંચ સરળ કરવાનું વચન અપાયું છે.

ઘોષણા પત્ર બહાર પાડતા અગાઉ ઘોષણા પત્ર કમિટીના સભ્ય રાજીવ ગૌડાએ જણાવ્યું કે કોંગ્રેસ  અધ્યક્ષ રાહુલ ગાંધી ઈચ્છતા હતાં કે આ વખતે ઘોષણા પત્રમાં કઈંક અલગ હોય. જે ફક્ત પાર્ટીના ઈતિહાસ નહીં પરંતુ દેશમાં પણ અલગ હોય.તેમણે જણાવ્યું કે કઈ રીતે આ મેનિફેસ્ટો તૈયાર થયો. એનઆરઆઈ નાગરિકો સાથે વાતચીત થઈ. દરેક ક્ષેત્રના એક્સપર્ટ સાથે વાત થઈ. દલિત, અલ્પસંખ્યક, ડોક્ટર, શિક્ષક, વ્યાપારીઓના પ્રતિનિધિઓ સાથે વાત થઈ. ઓનલાઈન પણ લોકોના મત લેવામાં આવ્યાં. ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ પર લોકોએ પોતાના સૂચનો મોકલ્યાં. એક લાખથી વધુ લોકોએ વિસ્તારથી પોતાની વાત રજુ કરી. 20થી વધુ રાજ્યોમાં જનતા સાથે સીધો સંવાદ થયો. 

તેમણે જણાવ્યું કે કઈ રીતે આ મેનિફેસ્ટો તૈયાર થયો. એનઆરઆઈ નાગરિકો સાથે વાતચીત થઈ. દરેક ક્ષેત્રના એક્સપર્ટ સાથે વાત થઈ. દલિત, અલ્પસંખ્યક, ડોક્ટર, શિક્ષક, વ્યાપારીઓના પ્રતિનિધિઓ સાથે વાત થઈ. ઓનલાઈન પણ લોકોના મત લેવામાં આવ્યાં. ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ પર લોકોએ પોતાના સૂચનો મોકલ્યાં. એક લાખથી વધુ લોકોએ વિસ્તારથી પોતાની વાત રજુ કરી. 20થી વધુ રાજ્યોમાં જનતા સાથે સીધો સંવાદ થયો. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news