Voter ID નથી, ખોવાઈ ગયું છે? ચિંતા ન કરો... આ 11 ડોક્યુમેન્ટની મદદથી આપી શકશો મત

વોટર આઈડી વગર મતદાન થઈ શકે છે. પરંતુ જો તમારું નામ મતદાર યાદીમાં જ ન હોય તો મતદાન કરી શકશો નહીં. આથી જો વોટિંગ કરવા માંગતા હોવ તો સૌથી પહેલા તો તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરાવી લેવી.

Voter ID નથી, ખોવાઈ ગયું છે? ચિંતા ન કરો... આ 11 ડોક્યુમેન્ટની મદદથી આપી શકશો મત

નવી દિલ્હી: ચૂંટણીની મોસમ છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં થવાની છે અને 23 મેના રોજ તેના પરિણામ જાહેર થશે. પહેલા તબક્કાનું મતદાન 11મી એપ્રિલે થવાનું છે. ચૂંટણી પંચની એવી કોશિશ છે કે વધને વધુ મતદારો બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને મતદાન કરે. પરંતુ મતદાન કરવા માટે સૌથી વધુ જરૂરી જે ડોક્યુમેન્ટ છે તે છે વોટર આઈડી. તેના વગર મતદાન કરી શકો નહીં. જો તમારું વોટર આઈડી ના હોય કે ખોવાઈ ગયું હોય તો ગભરાવવાની જરૂર નથી. આમ છતાં તમે મતદાન કરી શકશો. 

વોટર આઈડી વગર મતદાન થઈ શકે છે. પરંતુ જો તમારું નામ મતદાર યાદીમાં જ ન હોય તો મતદાન કરી શકશો નહીં. આથી જો વોટિંગ કરવા માંગતા હોવ તો સૌથી પહેલા તો તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરાવી લેવી. આ માટે ચૂંટણી પંચની અધિકૃત વેબસાઈટ પર જઈને લિસ્ટ જોઈ શકો છો અથવા તો પછી ચૂંટણી પંચના ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો. 

આ 11 ડોક્યુમેન્ટની મદદથી કરી શકશો મતદાન

1. પાસપોર્ટ
2. ટ્રાઈવિંગ લાઈસન્સ
3. જો સેન્ટ્રલ કે સ્ટેટ ગવર્મેન્ટ કર્મચારી હોવ, PSUs અને પબ્લિક લિમિટેડ કંપનીમાં કામ કરતા હોવ તો કંપનીના ફોટો આઈડીના આધારે પણ મતદાન થઈ શકે.
4. PAN કાર્ડ
5. આધાર કાર્ડ
6. પોસ્ટ ઓફિસ અને બેંક દ્વારા જારી કરાયેલી પાસબુક
7. MGNREGA જોબ કાર્ડ
8. લેબર મિનિસ્ટ્રી દ્વારા જારી કરાયેલું હેલ્થ ઈન્શ્યોરન્સ કાર્ડ
9. પેન્શન કાર્ડ જેના પર તમારો ફોટો હોય અને એટેસ્ટેડ હોય
10 નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) દ્વારા જારી કરાયેલું સ્માર્ટ કાર્ડ
11. MPs/MLAs/MLCs તરફથી જારી કરાયેલું ઓફિશિયલ આઈ કાર્ડ

આ રીતે મતદાર યાદીમાં ચેક કરો તમારું નામ

1. ચૂંટણી પંચની વેબસાઈટ Electoralsearch.in પર લોગ ઈન કરો. અહીં બે પ્રકારે મતદાતા સર્ચ કરી શકે છે. 
2. પહેલા ઓપ્શનમાં નામ, જન્મતારીખ અને કેટલીક જાણકારીઓ ફીડ કરીને નામ ચેક કરી શકો છો. 
3. બીજા ઓપ્શનમાં વોટર કાર્ડ પર અપાયેલા  EPIC નંબર દ્વારા જાણકારી મેળવી શકો છો.  EPIC નંબરને મતદાતા ઓળખ પત્ર ક્રમાંક કહે છે. આ નંબર દ્વારા મતદાતા સૂચિમાં તમારું નામ ચેક કરી શકો છો. 
4. જાણકારી આપ્યા બાદ વોટર લિસ્ટ તમારી સામે ખુલી જશે અને તમારી ડિટેલ્સ અહીં હશે. 
5 તમામ જાણકારી આપ્યા બાદ જો જાણકારી સામે ન આવે તો ચૂંટણી પંચના ટોલ ફ્રી નંબર 1800111950 પર કોલ કરી શકો છો. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news