Congress President Election: હારવા છતાં શશિ થરૂરને થઈ ગયો આ મોટો ફાયદો, ખાસ જાણો

Shashi Tharoor Vote Percentage:  હાલમાં જ દેશની જૂનામાં જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાઈ ગઈ. જેમાં મલ્લિકાર્જૂન ખડગેએ શશિ થરૂરને મોટા અંતરથી હરાવી દીધા. જો કે શશિ થરૂરને હારવા છતાં ખુશ થવાની તક મળી છે. વિગતવાર માહિતી માટે વાંચો અહેવાલ

Congress President Election: હારવા છતાં શશિ થરૂરને થઈ ગયો આ મોટો ફાયદો, ખાસ જાણો

Shashi Tharoor Vote Percentage: કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીમાં બુધવારે મલ્લિકાર્જૂન ખડગે જીતી ગયા અને શશિ થરૂરે હારનો સામનો કરવો પડ્યો પરંતુ આમ છતાં તેમના માટે ખુશીના સમાચાર છે. શશિ થરૂર  કોંગ્રેસ અધ્યક્ષ પદ પર બિરાજમાન તો ન થઈ શક્યા પરંતુ તેમને આ હાર છતાં એક મોટી ઉપલબ્ધિ મળી છે અને ચૂંટણીના કારણે તેમને મોટો ફાયદો થયો છે. 

હારવા છતાં મળી આ વિશેષ ઉપલબ્ધિ
મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીમાં શશિ થરૂરને મોટા અંતરથી હરાવ્યા. મતગણતરીમાં મલ્લિકાર્જૂન ખડગેને 7897 મત મળયા જ્યારે થરૂરને ફક્ત 1072 લોકોના જ મત મળ્યા. જો કે આમ છતાં તેમણે કોંગ્રેસના છેલ્લા 25 વર્ષના પાર્ટી ચૂંટણીના ઈતિહાસમાં એક ઉપલબ્ધિ મેળવી. 

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરના રોજ થયેલા મતદાનમાં કુલ 9385 મત પડ્યા હતા. જેમાંથી 426 મત ગેરકાયદેસર ઠર્યા. 8969 કાયદેસર મતાંથી 1072 મત શશિ થરૂરને મળ્યા અને તેમના મતોની ટકાવારી 11.95 ટકા રહી. એ પ્રમાણે જોતા 25 વર્ષના ઈતિહાસમાં હારનારા ઉમેદવારનો આ સૌથી સારી ટકાવારી છે. 

22 વર્ષ પહેલા હારનારા ઉમેદવારને મળ્યા હતા એક ટકા મત
કોંગ્રેસ અધ્યક્ષ માટે આ અગાઉ 22 વર્ષ પહેલા ચૂંટણી થઈ હતી અને ત્યારે સોનિયા ગાંધી જીત્યા હતા. સોનિયા ગાંધીને યુપીના જિતેન્દ્ર પ્રસાદે પડકાર્યા હતા અને તેમને 100થી પણ ઓછા મત મળ્યા જેની ટકાવારી લગભગ એક ટકા જેટલી હતી. તે સમયે કુલ 7771 મત પડ્યા હતા. જેમાંથી 229 મત ગેરકાયદેસર ગણાયા હતા અને સોનિયા ગાંધીને 7448 મત મળ્યા હતા. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

1997માં હારનાર ઉમેદવારની મતોની ટકાવારી ઓછી
તે પહેલા વર્ષ 1997માં થયેલી કોંગ્રેસ અધ્યક્ષ માટેની ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર મેદાનમાં હતા અને સીતારામ કેસરીએ 6224 મતો સાથે જીત મેળવી હતી. જ્યારે બીજા નંબર પર રહેલા શરદ પવારને 888 મત મળ્યા હતા અને તેમના મતોની ટકાવારી 11.9 ટકા હતી. જ્યારે ત્રીજા નંબર પર રહેલા રાજેશ પાઈલટને ફક્ત 354 મત મળ્યા હતા. તેમને મળેલા મતોની ટકાવારી પણ એક ટકાથી પણ ઓછી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news