Congress President Election 2022: કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જૂન ખડગે, શશિ થરૂરે ઉમેદવારી નોંધાવી
Congress President Election Nomination: કોંગ્રેસના બે ધૂરંધર નેતાઓ મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂરે આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે દાવેદારી નોંધાવી છે. અશોક ગેહલોતનું નામ હટ્યા બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ પદના દાવેદારોમાં દિગ્વિજય સિંહ અને શશિ થરુર જ મેદાનમાં બચ્યા હતા. દિગ્વિજય સિંહ રેસમાંથી આઉટ થઈ ગયા અને મલ્લિકાર્જૂન ખડગેની અચાનક એન્ટ્રી થઈ ગઈ.
Trending Photos
Congress President Election Nomination: અશોક ગેહલોતનું નામ હટ્યા બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ પદના દાવેદારોમાં દિગ્વિજય સિંહ અને શશિ થરુર જ મેદાનમાં બચ્યા હતા. દિગ્વિજય સિંહે કેરળથી દિલ્હી આવીને નામાંકન પત્ર પણ લીધુ હતું અને તેમના પ્રસ્તાવોની યાદી પણ તૈયાર હતી. આવામાં કોંગ્રેસ અધ્યક્ષ માટે પૂર્વ મંત્રી મલ્લિકાર્જૂન ખડગેએ સોનિયા ગાંધીને મળ્યા બાદ ચૂંટણી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું અને આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે દાવેદારી નોંધાવી. દિગ્વિજય સિંહ હવે આ રેસમાંથી આઉટ થઈ ગયા છે.
દિગ્વિજય સિંહે કહ્યું કે મે મારી આખી જિંદગી કોંગ્રેસ માટે કામ કર્યું છે અને આગળ પણ કરતો રહીશ. મે ક્યારેય આ ત્રણ વસ્તુઓ સાથે સમાધાન કર્યું નથી- દલિતો, આદિવાસીઓ અને ગરીબો માટે ઊભા રહેવું, સાંપ્રદાયિક સૌહાર્દ બગાડનારા વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને નહેરુ-ગાંધી પરિવાર પ્રત્યે સમર્પણ.
#CongressPresidentElection | Senior Congress leader & LoP Rajya Sabha Mallikarjun Kharge files his nomination for the post of Congress president pic.twitter.com/ru2iWNMmzR
— ANI (@ANI) September 30, 2022
દિગ્વિજય સિંહે કહ્યું કે, ખડગેજી મારા સિનિયર છે. હું કાલે તેમના ઘરે ગયો હતો અને કહ્યું કે જો તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન કરી રહ્યા હોય તો હું નહીં કરું. ત્યારે તેમણે કહ્યું કે તેઓ નામાંકન કરી રહ્યા નથી. ત્યારબાદ મને મીડિયા દ્વારા ખબર પડી કે તેઓ આ પદના ઉમેદવાર છે. મે તેમને કહ્યું કે હું તેમની સાથે ઊભો છું અને વિરુદ્ધ ચૂંટણી લડવાનું વિચારી પણ ન શકું. હું તેમનો પ્રસ્તાવક બનીશ.
ગાંધી પરિવારની નીકટ છે ખડગે
સ્વચ્છ છબીવાળા મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસના કદાવર નેતા છે. તેઓ ગાંધી પરિવારના નીકટના પણ છે. દલિત સમાજથી આવનારા ખડગેના વિપક્ષી નેતાઓ સાથે પણ સારા સંબંધ છે. ધારાસભ્યોના બળવા બાદ તેઓ પર્યવેક્ષક બનીને રાજસ્થાન ગયા હતા. જો કે અહીં એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જો ખડગે કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો શું તેઓ રાજ્યસભામાં નેતા વિપક્ષનું પદ છોડશે? કારણ કે કોંગ્રેસમાં એક વ્યક્તિ એક પદનો સિદ્ધાંત છે. આ અગાઉ સીએમ અશોક ગેહલોતને પણ મુખ્યમંત્રી પદ છોડવા માટે કહેવાયું હતું.
બીજી બાજુ અશોક ગેહલોતે કહ્યું કે અમારા વરિષ્ઠ નેતાઓએ મલ્લિકાર્જૂન ખડગે અંગે એક નિર્ણય લીધો છે. હું તેમનો પ્રસ્તાવક બનીશ. ગેહલોતે એમ પણ કહ્યું કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી રહેવા સહિત તમામ મામલાઓ પર પાર્ટીના આદેશોનું પાલન કરશે.
#CongressPresidentElection | Sr Congress leader & MP Shashi Tharoor, after filing nomination for #CongressPresident post says, "I've a vision for Congress which I'll be sending to all delegates, we're going to seek their support... I'm here to be the voice of all party workers" pic.twitter.com/b33Y24ieWF
— ANI (@ANI) September 30, 2022
શશિ થરૂરે પણ નોંધાવી ઉમેદવારી
વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરુરે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે કહ્યું કે મારી પાસે કોંગ્રેસ માટે એક વિઝન છે જેમાં હું તમામ પ્રતિનિધિઓને મોકલીશ, અમે તેમનું સમર્થન લેવા જઈ રહ્યા છીએ. હું અહીં તમામ પાર્ટી કાર્યકરોનો અવાજ બનવા માટે તૈયાર છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે