કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી, 'ડીકે શિવકુમાર કે સિદ્ધારમૈયા', કર્ણાટકના CM માટે સસ્પેન્સ યથાવત
કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય મંગળવારે પણ થઈ શક્યો નથી. મુખ્યમંત્રી પદના બંને દાવેદાવો- સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે એક બાદ એક કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સાથે મુલાકાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય હજુ સુધી થઈ શક્યો નથી. કોંગ્રેસ હજુ પણ કર્ણાટકના આગામી મુખ્યમંત્રીની પસંદગી પર વિચાર કરી રહી છે. સૂત્રોએ કહ્યું કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બુધવારે બેંગલુરૂમાં મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરશે. સૂત્રો પ્રમાણે ખડગે યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જાહેરાત આવતીકાલ સુધી વિલંબિત થઈ શકે છે અને બેંગલુરુમાં જ જાહેરાત થઈ શકે છે. કર્ણાટકના સીએમ પદ પર હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસ અધ્યક્ષે તમામ હોદ્દેદારો સાથે મુલાકાત કરી છે. હવે અંતિમ નિર્ણય તેઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે ચર્ચા કરીને લેશે.
ડીકે શિવકુમારનું નિવેદન
સૂત્રો પ્રમાણે ડીકે શિવકુમારે ખડગેને કહ્યુ કે, તેમને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. સિદ્ધારમૈયા પહેલા સીએમ રહી ચુક્યા છે, કોંગ્રેસ પાર્ટીએ તેમને ઉચ્ચ પદ આપ્યું અને CLP લીડર બનાવ્યા, હવે તેમનો વારો છે. આ વખતે પાર્ટીએ દલિત, મુસ્લિમ અને પછાત મતની સાથે વોક્કાલિગા અને લિંગાયત મતદાતાનો પણ સાથ મળ્યો છે. યુવા મતદાતાઓએ કોંગ્રેસને ચૂંટી છે તેથી પાર્ટીએ એક નવું નેતૃત્વ આપવું જોઈએ.
જો સિદ્ધારમૈયાને CM બનાવવામાં આવ્યા તો 2024માં લિંગાયત મત મળશે નહીં કારણ કે લિંગાયત સિદ્ધારમૈયાને પસંદ કરતા નથી. 2019માં પાર્ટીમાં વિવાદ બાદ જ્યારે પાર્ટી સંપૂર્ણ રીતે પડી ભાંગી તો મેં પાર્ટીને સંભાળી અને હવે ઐતિહાસિક જીત અપાવી. પાર્ટી મારા યોગદાનનું સન્માન કરે.
અગાઉ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવી દિલ્હીમાં બંને સંભવિત ઉમેદવારો ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથે બેઠક કરી હતી. સિદ્ધારમૈયા તેમના પુત્ર યતિન્દ્ર અને ધારાસભ્યો જમીર અહેમદ, ભૈરતી સુરેશ અને વરિષ્ઠ નેતા કેજે જ્યોર્જ સાથે ખડગેના નિવાસસ્થાને આવ્યા હતા.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે સ્પષ્ટ જનાદેશ હોવા છતાં, મુખ્ય મંત્રી પર સસ્પેન્સ ચાલુ છે કારણ કે વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર, જે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ છે, અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયા રેસમાં છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા, જેઓ સોમવારે સબમિટ કરાયેલા કોંગ્રેસના કેન્દ્રીય નિરીક્ષકોના અહેવાલને જોયા બાદ પોતાનો નિર્ણય લેવા માટે તૈયાર છે.
પરંતુ શિવકુમાર જેમણે સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાનો હવાલો આપતા સોમવારે સાંજે પોતાની નવી દિલ્હીની યાત્રા રદ્દ કરી હતી. તેઓ મંગળવારે દિલ્હી પહોંચ્યા હતા. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભા માટે હાલમાં આવેલા પરિણામોમાં કોંગ્રેસે 135 સીટો જીતી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે