કૃષિ બિલઃ સંસદ બાદ હવે રસ્તા પર ચાલશે લડાઈ, કોંગ્રેસ નવેમ્બર સુધી કરશે પ્રદર્શન
કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ મોટા અભિયાનની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ પોતાના આંદોલનને સંસદથી રસ્તા પર લઈ જવા માટે કમર કસી ચુકી છે. તેના માટે પાર્ટી તરફથી નવેમ્બર સુધીનો પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ મોટા અભિયાનની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ પોતાના આંદોલનને સંસદથી રસ્તાઓ પર લઈ જવા માટે કમર કસી રહી છે. તેના પર બોલતા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ, 'પ્રજાતંત્રનું ગળા દબાવવામાં આવી રહ્યું છે. પહેલા નોટબંધી દ્વારા વેપાર બંધી અને હવે ખેત બંધી. અમે જન આંદોલનની તૈયારી કરી લીધી છે. આગામી 72 કલાકમાં કોંગ્રેસ દરેક રાજ્યના હેડક્વાર્ટરમાં જઈને મોદી સરકારની પોલ ખોલશે. ત્યારબાદ પાર્ટી કાર્યકર્તા રાજભવનની સામે પ્રોટેસ્ટ માર્ચ કરશે અને તે માંગ રાખશે કે સરકાર આ કાયદાને પરત લે.'
રણદીપ સુરજેવાલાએ આગળ કહ્યુ, '2 ઓક્ટોબર અમારા બધા નેતા ધરણા પ્રદર્શન કરશે અને આ કાળા કાયદા વિરુદ્ધ આવેદનપત્ર આપશે. 10 ઓક્ટોબરે મોટું આંદોલન બોલાવવામાં આવશે. 31 ઓક્ટોબરે કોંગ્રેસના સાથી ગામ-ગામ જશે અને કિસાન વિરોધી કાયદા વિરુદ્ધ બે કરોડ કિસાનોને મળશે. 14 નવેમ્બરે અમે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીશું.'
કોંગ્રેસ નેતાએ આગળ કહ્યુ, 'તે પ્રધાનમંત્રી જેને રવિ અને ખરીફના પાકનો ખ્યાલ નથી કે શું કિસાનોનું ભલુ કરશે? તેમને તે ખ્યાલ નથી કે ધાનનો પાક રિ પાક છે કે ખરીફ. જે પ્રધાનમંત્રીને ધાન અને ઘઉં વચ્ચે અંતરનો ખ્યાલ ન હોય તે શું કિસાનોનું ભલુ કરશે. પ્રધાનમંત્રી માટે કહેવત છે- નીક હકીમ ખતરા-એ-જાન.'
માર્શલ ન આવ્યા હોત તો ડેપ્યુટી ચેરમેન પર શારીરિક હુમલો થઈ શકતો હતોઃ રવિશંકર
હકીકતમાં, કોંગ્રેસ કિસાન આંદોલન દ્વારા પોતાની પાર્ટીમાં નવો જીવ ફુંકવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસને લાગે છે કે વિપક્ષને એક કરવાની આનાથી સારી કર નહીં મળે. આ કારણ છે કે તે પાર્ટીના ફાયદા માટે જનસામાં સીધો અને મજબૂત સંદેશ આપવા ઈચ્છે છે. કિસાન બિલને લઈને કોંગ્રેસ આગળની રણનીતિ તૈયાર કરશે તે માટે તેણે પોતાના તમામ નેતાઓની બેઠક બોલાવી છે. બેઠકમાં બધા રાજ્યોના ઈન્ચાર્જ કિસાનોનો ફીડબેક આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે