Gold rate fall: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજની કિંમત


નબળા વૈશ્વિક વલણ અને રૂપિયાના વિનિમય દરમાં ઘટાડાની સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું સોમવારે 326 રૂપિયા તૂટીને 52,423 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. 
 

Gold rate fall: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજની કિંમત

નવી દિલ્હીઃ નબળા વૈશ્વિક વલણ અને રૂપિયાના વિનિમય દરમાં ઘટાડાની સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું સોમવારે 326 રૂપિયા તૂટીને 52,423 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર પાછલા કારોબારમાં મૂલ્યવાન ધાતુ 52,749 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. ચાંદીની કિંમત પણ 945 રૂપિયાના કડાકા સાથે  68,289 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી. પાછલા કારોબારમાં તે 69,234 રૂપિયા હતી. આ વચ્ચે અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયો 7 પૈસા મજબૂત થઈને  73.38 (અસ્થાયી) બંધ થયો હતો. ઘરેલૂ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનું ઘટાડા સાથે 1940 ડોલર પ્રતિ ઔંસ રહ્યું જ્યારે ચાંદી 26.50 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહી હતી. 

વાયદા બજારમાં સોનું તૂટ્યું
હાજર માંગ ઘટવાને કારણે વાયદા બજારમાં સોમવારે સોનું 0.44 ટકા ઘટીને  51,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનાની ડિલિવરી માટે સોનું 225 રૂપિયા એટલે કે 0.44 ટકા તૂટીને 21,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. તેમાં  8,443 લોટ માટે કારોબાર થયો હતો. તો ડિસેમ્બર મહિનાની ડિલિવરી માટે સોનું 243 રૂપિયા એટલે કે 0.47 ટકા ઘટીને 51,617 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું. બીજીતરફ ન્યૂયોર્કમાં સોનું 0.37 ટકા તૂટીને 1,954.80  ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. 

1 ઓક્ટોબરથી મોંઘા થઇ શકે છે LED TV, સરકારે લઇ શકે છે આ નિર્ણય

વાયદા બજારમાં ચાંદીની ચમક ફીકી પડી
માંગ ઓછી રહેવાને કારણે સટોરિયો દ્વારા સોદા ઓછા કરવાને કારણે વાયદા બજારમાં સોમવારે ચાંદી 577 રૂપિયા તૂટીને 67,300 રૂપિયા કિલો પર આવી ગઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બર મહિનાની ડિલિવરી માટે ચાંદીની કિંમત 577 રૂપિયા એટલે કે 0.85 ટકા ઘટીને  67,300 રૂપિયા પ્રતિ કિલો રહી. તેમાં 16,980 લોટ માટે કારોબાર થયો હતો. તો ન્યૂયોર્ક બજારમાં ચાંદી 1.30 ટકાના ઘટાડા સાથે 26.78 ડોલર પ્રતિ ઔંસ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news