Assam elections 2021: જનતાને મળ્યા અનેક વચન, કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો

અસમ માટે જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં કોંગ્રેસે તે પાંચ યોજનાઓને પ્રાથમિકતા આપી છે, જેના વિશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા મંચો પર બોલી ચુક્યા છે. જોરહાટમાં થયેલી રેલીમાં પણ તેમણે કહ્યુ કે, જો અસમમાં તેમની સરકાર બને છે તો તે પાંચ ગેરંટી લાગૂ કરશે. આ પાંચ ગેરંટીની વાત કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે. 
 
Assam elections 2021: જનતાને મળ્યા અનેક વચન, કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો

ગુવાહાટીઃ અસમ વિધાનસભા ચૂંટણી (Assam Assembly elections 2021) માટે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ગુવાહાટીમાં કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) હાજર રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ- આપણે બધા જાણીએ છીએ કે આરએસએસ અને ભાજપ દેશની વિવિધતાથી ભરેલી સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે. આરએસએસ અને ભાજપ આપણી ભાષા પર, આપણા ઈતિહાસ પર, આપણી વિચારવાની રીત પર. આપણા રહેવાની રીત પર હુમલો કરે છે. આ મેનિફેસ્ટો તે વાતની ગેરંટી છે કે અમે અસમ રાજ્યના વિચારને સુરક્ષિત કરવા માટે લડીશું. 

અસમ માટે જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં કોંગ્રેસે તે પાંચ યોજનાઓને પ્રાથમિકતા આપી છે, જેના વિશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા મંચો પર બોલી ચુક્યા છે. જોરહાટમાં થયેલી રેલીમાં પણ તેમણે કહ્યુ કે, જો અસમમાં તેમની સરકાર બને છે તો તે પાંચ ગેરંટી લાગૂ કરશે. આ પાંચ ગેરંટીની વાત કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે. 

— ANI (@ANI) March 20, 2021

કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કહ્યુ કે, જો અસમમાં સરકાર બની તો તે ઘરમાં કામ કરનાર પ્રત્યેક ગૃહિણીને 2 હજાર રૂપિયા પ્રતિ મહિને આપશે. યુવાનોને 5 લાખ નોકરીઓ આપવામાં આવશે. અસમમાં સીએએ લાગૂ થવા દેવામાં આવશે નહીં. ચાના બગીચામાં કામ કરનાર મજૂરોને મોદી સરકારના 165 રૂપિયા પ્રતિ દિવસના મુકાબલે 365 રૂપિયા પ્રતિદિન આપવામાં આવશે અને અસમના દરેક ઘરને 200 યૂનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. 

ગુવાહાટીમાં મેનિફેક્ટો જારી કરતા પહેલા ગાંધીએ જોરહાટમાં એક રેલીને સંબોધિત કરી હતી. જ્યાં તેમણે કહ્યુ કે, તમારા પૈસા તમારા શિક્ષણમાં, તમારા  સ્વાસ્થ્યમાં, તમારા રોજગારમાં જશે, તે કોઈના ખિસ્સામાં જશે નહીં. અસમમાં ઘણા સરકારી પદો ખાલી છે, તે પદ ભરવામાં આવશે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, અમે નાના અને મિડલ સાઇઝ બિઝનેસની મદદ કરીશું. આ પ્રદેશ તમારો પ્રદેશ છે, તેને નાગપુરથી ન ચલાવી શકાય. આ લોકો અસમને બીજાના હવાલે કરી દે છે. તમારે ત્યાં એરપોર્ટ હતું જે અદાણીને પકડાવી દેવામાં આવ્યું. કોંગ્રેસની સરકાર બનશે, મહાજોતની સરકાર બનશે. તમારા અધિકારીની, ગરીબોના અધિકારોની રક્ષા કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news