VIDEO: પીએમ મોદી પર નિશાન સાધવાની લ્હાયમાં પ્રિયંકા ગાંધીએ તમામ હદો કરી પાર
પૂર્વ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પ્રભારી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરવાની લ્હાયમાં તમામ હદો પાર કરી નાખી.
Trending Photos
અંબાલા: પૂર્વ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પ્રભારી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરવાની લ્હાયમાં તમામ હદો પાર કરી નાખી. પ્રિયંકાએ પીએમ મોદીની સરખામણી મહાભારતના દુર્યોધન સાથે કરી. તેમણે કહ્યું કે દેશે અહંકારને ક્યારેય માફ કર્યો નથી.
પ્રિયંકા ગાંધીએ એક ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે, 'દેશે ક્યારેય અહંકારને માફ કર્યો નથી. દુર્યોધનમાં પણ ખુબ અહંકાર હતો. જ્યારે ભગવાન કૃષ્ણ તેમને સમજાવવા ગયા તો તેમને પણ દુર્યોધને બંધક બનાવવાની કોશિશ કરી હતી. '
#WATCH Priyanka Gandhi:Desh ne ahankaar ko kabhi maaf nahi kiya,aisa ahankaar Duryodhan mein bhi tha,jab Bhagwan Krishna unhe samjhane gaye to unko bhi Duryodhan ne bandhak banane ki koshish ki.Dinkar ji ki panktiyan hain,'Jab naash manuj par chaata hai,pehle vivek mar jata hai.. pic.twitter.com/lfMrgCEnHZ
— ANI (@ANI) May 7, 2019
પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન રાષ્ટ્ર કવિ રામધારી સિંહ દિનકરની રશ્મિરથીની તે પંક્તિને પણ દોહરાવી જેમાં તેમણે કહ્યું છે કે, 'જબ નાશ મનુજ પર છાતા હૈ પહલે વિવેક મર જાત હૈ'.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હરિયાણાના અંબાલામાં રેલીને સંબોધિત કરી રહ્યાં હતાં. તે દરમિયાન તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા એમ નથી કહેતા કે તેમણે જે વાયદા કર્યા હતાં તે પૂરા કર્યાં કે નહીં. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભાજપવાળા ક્યારેક શહીદોના નામ પર મત માંગે છે તો ક્યારેક મારા પરિવારના શહીદ સભ્યોનું અપમાન કરે છે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે