અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડે હાથ, કહ્યું-'રામનું નામ ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લઈશું'

ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યમાં લોકોને 'જય શ્રી રામ'ના નારા લગાવવા દેતા નથી. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જો 'રામ'નું નામ ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લેવાશે. એક ચૂંટણી સભાને અહીં સંબોધતા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાલમાં ચૂંટણી રાજ્યમાં લોકતંત્રને બહાલ કરવા માટે છે. 

અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડે હાથ, કહ્યું-'રામનું નામ ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લઈશું'

ઘાટાલ: ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યમાં લોકોને 'જય શ્રી રામ'ના નારા લગાવવા દેતા નથી. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જો 'રામ'નું નામ ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લેવાશે. એક ચૂંટણી સભાને અહીં સંબોધતા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાલમાં ચૂંટણી રાજ્યમાં લોકતંત્રને બહાલ કરવા માટે છે. 

42માંથી 23 બેઠકો જીતવાનો દાવો
ભાજપ અહીં 42માંથી 23થી વધુ બેઠકો જીતશે. શાહે કહ્યું કે, "ભગવાન રામ એ ભારતીય સંસ્કૃતિનો ભાગ છે... શું તેમનું નામ લેતા કોઈ કોઈને રોકી શકે? હું મમતા દીદીને પૂછવા માંગુ છું કે જો શ્રીરામનું નામ ભારતમાં ન લેવાય તોશું તે પાકિસ્તાનમાં જપવામાં આવશે?"

જુઓ LIVE TV

સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે જેમાં જોવા મળી શકે છે કે મમતા બેનર્જી શનિવારે પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં એક જગ્યા પર પોતાની કાર રોકે છે અને ત્યાં જયશ્રી રામના નારા લગાવતા લોકોને ખદેડે છે. મુખ્યમંત્રીનો કાફલો તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. શાહે દાવો કર્યો કે, "નરેન્દ્ર મોદી સરકારે પોાતના પાંચ વર્ષના કાર્યકાળમાં પશ્ચિમ બંગાળને 4,24,000 કરોડ રૂપિયા આપ્યાં પરંતુ તે જનતા સુધી ન પહોંચ્યા અને સીધા સિન્ડિકેટને પહોંચી ગયાં."

તેમણે કહ્યું કે તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ-2 સરકાર હેઠળ રાજ્યને ફક્ત 1,32,000 કરોડ  રૂપિયા ફાળવવામાં આવ્યાં હતાં. ભાજપ પ્રમુખે બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી હટાવવા માટે NRCને લાગુ કરવાની પોતાની પાર્ટીની પ્રતિબદ્ધતાને પણ દોહરાવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news