કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ: રાહુલ-સોનિયા ગાંધીની ગેરહાજરીમાં આ 'બિન ગાંધી' નેતાએ ફરકાવ્યો ઝંડો
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ(Congress)નો આજે 136મો સ્થાપના દિવસ(Foundation Day) છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ગેરહાજરીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા એ કે એન્ટોની (AK Antony) એ ઝંડો ફરકાવ્યો. કાર્યક્રમમાં વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતાં.
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ(Congress)નો આજે 136મો સ્થાપના દિવસ(Foundation Day) છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ગેરહાજરીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા એ કે એન્ટોની (AK Antony) એ ઝંડો ફરકાવ્યો. કાર્યક્રમમાં વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતાં.
આજે કિસાન સંવાદ કાર્યક્રમ શરૂ કરશે કોંગ્રેસ
અત્રે જણાવવાનું કે પાર્ટી પોતાના 136માં સ્થાપના દિવસ પર આજથી કિસાન સંવાદ કાર્યક્રમની શરૂઆત કરી રહી છે. કોંગ્રેસે આ સંવાદ કાર્યક્રમને જય જવાન-જય કિસાન નામ આપ્યું છે અને આ કાર્યક્રમ 28થી 30 ડિસેમ્બર સુધી ચાલશે. આજે પાર્ટી કાર્યાલયમાં સ્થાપના દિવસ કાર્યક્રમ ચાલી રહ્યા છે. જેમાં પાર્ટીનો ઝંડો પણ ફરકાવવામાં આવ્યો.
Delhi: Senior Congress leader AK Antony hoists Congress flag at the party headquarters to mark its 136th Foundation Day. pic.twitter.com/AdojqIFSEk
— ANI (@ANI) December 28, 2020
બીમાર છે વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી
પાર્ટીની સામે સમસ્યા એ હતી કે તેમના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી બીમાર છે. જ્યારે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી વિદેશ જતા રહ્યા. સોશિયલ મીડિયા પર તેમના વિદેશ જવાના ખબર ટ્રેન્ડ કરી રહ્યા છે. આવામાં ગાંધી-નહેરુ પરિવાર વગર પાર્ટીનો ઝંડો કોણ ફરકાવશે તેને લઈને પાર્ટીના પદાધિકારી અસમંજસમાં હતા. તેમણે આ માટે પ્રિયંકા ગાંધીને એપ્રોચ કર્યા. પરંતુ તેમણે ધ્વજારોહણ માટે એ કે એન્ટોનીનું નામ પ્રસ્તાવિત કરી દીધુ. ત્યારબાદ એ કે એન્ટોનીએ ઝંડો ફરકાવ્યો. તેમની સાથે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, પવન બંસલ અને કે સી વેણુગોપાલ પણ હાજર રહ્યા હતાં.
આગામી દિવસોમાં નવા અધ્યક્ષની પસંદગી
પાર્ટીએ આવનારા દિવસોમાં પોતાના અધ્યક્ષની પસંદગી કરવાની છે. અધ્યક્ષની ચૂંટણી માટે પાર્ટીમાં હાલ રણનીતિ તૈયાર થઈ રહી છે. કહેવાય છે કે પાર્ટી નહેરુ ગાંધી પરિવાર બહારના નેતાને અધ્યક્ષ બનાવવાનું જોખમ લેશે નહીં અને હરી ફરીને વાત રાહુલ ગાંધી પર આવશે અને તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવી દેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે