વિપક્ષી એકતા ત્યારે જ શક્ય જ્યારે કોંગ્રેસ આશા અનુસાર BJP સામે લડશે: અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ મહાગઠબંધનના મુદ્ે કહ્યું કે કોંગ્રેસને આગળ આવીને પોતાને સાબિત કરવું પડશે

વિપક્ષી એકતા ત્યારે જ શક્ય જ્યારે કોંગ્રેસ આશા અનુસાર BJP સામે લડશે: અબ્દુલ્લા

કોલકાતા : નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ઉમર અબ્દુલ્લાએ વિપક્ષી પાર્ટીઓને સાથે લાવવા માટે સંપ્રગ અધ્યક્ષ સોનિયા ગાંધીના પ્રયાસોના વખાણ કર્યા અને કહ્યું કે વિપક્ષી એકતા કાયમ કરવાનો પ્રયાસ ત્યારે જ સફળ થશે જ્યારે કોંગ્રેસ અમારી આશાઓ અનુસાર ભાજપ સામે લડશે. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ સંઘીય મોર્ચા બનાવવાના તૃણમુલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીના પ્રસ્તાવ અંગે પણ ચર્ચા કરી રહી છે, જેના હેઠળ ક્ષેત્રીય પાર્ટીઓ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે એકત્ર થઇ જશે. 

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે વિપક્ષી પાર્ટીઓ સાથે લાવવા માટે સોનિયા ગાંધીજીની તરફથી થઇ રહેલ પ્રયાસો જોયા છે. હાલમાં કર્ણાટકના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન અમે વિપક્ષને એક સાથે જોયા. અહીં એક કાર્યક્રમ ઉપરાંત ઉમરે કહ્યું કે, નિશ્ચિત રીતે વિપક્ષી એકતાના પ્રયાસો ત્યા સુધી સફળ નહી હોય જ્યા સુધી કોંગ્રેસ તે પ્રકારે ભાજપ સામે મુકાબલો નહી કરે જેવી અમે આશા કરીએ છીએ. સંઘીય મોર્ચાની રચના અંગે વિચાર કરવા માટે આયોજીત એક ચર્ચામાં ભાગ લેવા માટે ઉમર અહીં આવેલ છે. તેમણે કાલે મમતા સાથે મુલાકાત કરી હતી. 

— ANI (@ANI) July 28, 2018

ઉમરે કહ્યું કે, નેશનલ કોન્ફરન્સ માંગ કરી છેકે વિધાનસભા ભંગ કરવામાં આવે. હાલની પરિસ્થિતીમાં ચૂંટણી અંગે વાત કરવા માટેનો કોઇ ફાયદો નથી. અમે ચૂંટણીની વાત ત્યારે જ કરી શકીએ છીએ જ્યારે રાજ્યમાં પરિસ્થિતી 2014 દરમિયાન જેવા થઇ જાય, જ્યારે ગત્ત વિધાનસભા ચૂંટણીનું આયોજન થયું હતું. આતંકવાદની તરફ વલણ કરતા નવયુવાનોને રોકવામાં નિષ્ફળ રહેવા અંગે ઉમરે જમ્મુ કાશ્મીરની ગત્ત પીડીપી - ભાજપ સરકારની આલોચના કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news