વિશ્વ પ્રસિદ્ધ ડાન્સર 'ક્વીન હરીશ'નું અકસ્માતમાં મોત, CM ગેહલોતે શોક વ્યક્ત કર્યો
Trending Photos
જોધપુર: રાજસ્થાનમાં જોધપુર પાસે આજે સવારે થયેલા એક ભીષણ રોડ અકસ્માતમાં વિશ્વ પ્રસિદ્ધ ડાન્સર ક્વીન હરીશ અને અન્ય 3 લોક કલાકારોના મોત થયા તથા પાંચ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના જોધપુર પાસેના રાજમાર્ગ પર કાપરડા ગામ પાસે થઈ. ક્વીન હરીશ અને અન્ય લોકો એક એસયુવી કારમાં જેસલમેરથી અજમેર જઈ રહ્યાં હતાં.
બિલારા પોલીસ સ્ટેશન ઈનચાર્જ સીતારામ ખોજાએ કહ્યું કે, "તેમની કાર ત્યાં ઊભેલા એક ટ્રક સાથે ટકરાઈ ગઈ જેમાં હરીશ, રવિન્દ્ર, ભીખે ખાન, અને લતીફ ખાનના મોત થઈ ગયાં. આ દુર્ઘટનામાં પાંચ અન્ય લોકો ઘાયલ થયા."
મુખ્યમંત્રી અશોક ગહેલોતે કલાકારોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. ગહેલોતે કહ્યું કે, "જોધપુરમાં રોડ અકસ્માતમાં લોકપ્રિય કલાકાર ક્વીન હરીશ સહિત ચાર વ્યક્તિઓના મોત થયા જે ખુબ દુ:ખદ છે. રાજસ્થાનની લોકકલા અને સંસ્કૃતિ પ્રત્યે સમર્પિત હરીશે પોતાની અલગ નૃત્યશૈલીથી જેસલમેરને નવી ઓળખ આપી હતી. તેમના મોતથી લોક કલાના ક્ષેત્રને મોટી ક્ષતિ થઈ છે."
જેસલમેરમાં રહેતા હરીશકુમાર ક્વીન હરીશતરીકે પ્રસિદ્ધ હતાં અને ઘૂમર, કાલબેલિયા, ચંગ, ભવાઈ, ચરી સહિત અનેક લોકનૃત્ય કલાઓવાળા તેમના કાર્યક્રમ ખુબ પ્રસિદ્ધ હતાં. પોતાના લોકનૃત્ય કલાઓ દ્વારા તેમણે વિશ્વભરમાં ઓળખ બનાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે