જાવેદ જાફરીના દીકરા મિઝાનને 'આ' ખાને કહ્યો બદસૂરત, ભડકીને પિતાને કાઢી બરાબર ઝાટકણી 

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મથી સંજય ભાણેજ શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરીને લોન્ચ કરી રહ્યા છે. 

જાવેદ જાફરીના દીકરા મિઝાનને 'આ' ખાને કહ્યો બદસૂરત, ભડકીને પિતાને કાઢી બરાબર ઝાટકણી 

મુંબઈ : ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મથી સંજય ભાણેજ શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરીને લોન્ચ કરી રહ્યા છે. આ ટ્રેલરમાં બંનેની કેમિસ્ટી ઉપરાંત બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ શાનદાર છે. આ ફિલ્મ 28 જૂનના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ટ્રેલર જોયા પછી કમાલ આર. ખાને ફિલ્મ વિશે વિવાદીત ટ્વીટ કર્યુ છે. 

કમાલ આર. ખાને મિઝાન અને શર્મિનનો પોસ્ટ કરીને બહુ બુરાઈ કરી છે. કમાલે લખ્યું છે કે, 'જો ફિલ્મમેકર માત્ર નેપોટિઝમના આધારે નવી ટેલેન્ટ લોન્ચ કરે એ ગુનાહ છે. પબ્લિક ક્યારેય પોતાની મહેનતની કમાણી ડફર એક્ટર્સને જોવા માટે ખર્ચ નહીં કરે. બોલિવૂડે એ વિચારવાનું બંધ કરી દેવું જોઈએ કે લોકો ઇડિયટ છે.' જોકે કમાલના આ ટ્વીટ રપ જાવેદ જાફરીએ જડબાતોડ જવાબ આપ્યો છે.

જાવેદ જાફરીએ કહ્યું છે ''આ ફ્રસ્ટેટ થયેલા એક્ટરનો અવાજ છે. હું કેટલાક નેપોટિઝમનો લાભ લેનારા સ્ટાર્સના નામ જણાવું છે જે વર્ષોથી લોકોને મુરખ બનાવી રહ્યા છે...આમિર ખાન, સલમાન ખાન, ફરહાન અખ્તર, અભિષેક બચ્ચન, સંજય દત્ત, સની દેઓલ, સૈફ અલી ખાન, રિશી કપૂર, કરિશ્મા કપૂર, કરીના કપૂર, કાજોલ અને રવીના ટંડન.''

— KRK (@kamaalrkhan) May 31, 2019

— Jaaved Jaaferi (@jaavedjaaferi) May 31, 2019

— Jaaved Jaaferi (@jaavedjaaferi) May 31, 2019

રિપોર્ટ પ્રમાણે મિઝાનની ડાન્સિંગ અને એક્ટિંગ સ્કિલ જોઈને સંજય લીલા ભણસાલી ઇમ્પ્રેસ થઈ ગયા હતા. 23 વર્ષન મિઝાને થિયેટર અને માર્શલ આર્ટની ટ્રેઇનિંગ મેળવી છે. તેણે ન્યૂ યોર્ક ફિલ્મમેકિંગનો ચાર વર્ષનો કોર્સ પણ કર્યો છે. મિઝાન આ પહેલાં ફિલ્મ બાજીરામ મસ્તાનીમાં અસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરી ચૂક્યો છે. મિઝાનનું નામ ભૂતકાળમાં અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તેણે ગયા વર્ષે મિઝાન સાથે એક ખાસ તસવીર પોસ્ટ કરી હતી પણ પછી એને ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news