ઠરી ગયું દિલ્હી, ચાર વર્ષનો રેકોર્ડ તૂટ્યો
Trending Photos
નવી દિલ્હી : પહાડોની ઠંડી હવાઓથી દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત ચાર વર્ષોમાં 20 ડિસેમ્બર, બુધવારનો દિવસે દિલ્હી માટે સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો હતો. અહીં લધુત્તમ તાપમાન 4.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મોસમ વિભાગના અનુસાર, બુધવારે રાજધાનીમાં મહત્તમ તાપમાન 22.3 ડિગ્રી રહ્યું. બુધવારે લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી અને મહત્તમ તાપમાન 22.3 ડિગ્રી નોંધાયું છે.
2014ના રોજ 20 ડિસેમ્બરો દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું હતું. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, ઠંડીને પગલે 22 ડિસેમ્બર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
હજી બે દિવસ ગગડશે પારો
મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં તાપમાનાં હજી ઘટાડો થશે. શુક્રવારે જોરદાર ઠંડી પડશે અને દિવસમાં થોડા તડકાથી રાહત મળી શકશે. મહત્તમ તાપમાન 22 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી રહેવાની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે