ડીજી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ગુજરાત પધાર્યા પીએમ મોદી

 નર્મદાના સાધુબેટ પર ચાલી રહેલી વાર્ષિક ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા પહોંચી ગયા છે. તેઓ પોણા આઠ વાગ્યાની આસપાસ વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. જ્યાંથી તેમનો કાફલો કેવડીયા તરફ જવા રવાના થયો હતો. તેઓ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા બાદમાં ફ્લાવર ઓફ વેલીની મુલાકાત લેશે. જેના બાદ તે ડીજી કોન્ફરન્સમાં ભાગ લેશે. 

ડીજી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ગુજરાત પધાર્યા પીએમ મોદી

રવિ અગ્રવાલ/કેવડીયા કોલોની : નર્મદાના સાધુબેટ પર ચાલી રહેલી વાર્ષિક ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા પહોંચી ગયા છે. તેઓ પોણા આઠ વાગ્યાની આસપાસ વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટરથી કેવડિયા પહોંચ્યા હતા. 

કેવડીયાથી Live : 

  • સ્ટેટયું ઓફયુનિટીપાસે એકતાપરેડ યોજાઈ. ગુજરાતની સ્પેશિયલ કમાન્ડો ફોર્સ ચેતક કમાન્ડો સાગર પ્રહરી મરીન કમાન્ડો crpfની કોબ્રા કમાન્ડો bsfની ક્રિક કમાન્ડો nsg કમાન્ડો cisfની ssg કમાન્ડો દ્વારા ડ્રિલ પ્રદર્શન થયું. સમગ્ર રાજ્ય તથા કેન્દ્રીય પોલીસ દ્વારા પોતાના યૂનિટ ધ્વજ દ્વારા સ્મરણાંજલિ યોજાઈ. વિશ્વની પહેલી મહિલા  પેરામિલિટરી બેન્ડ દ્વારા સુમધુર સંગીત સાથે પરેડ યોજાઈ. crpf ની મહિલા દ્વારા રાઇફલ ડ્રિલ પણ થઈ.
  • કેવડિયા ખાતે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. દેશ સુરક્ષા જવાનોએ અનેક પ્રકારની પરેડ રજૂ કરી હતી. જેમાં બ્લેક કમાન્ડો, પેરામિલિન્ટરી સહિતના જવાનોએ એકથી એક ચઢિયાતી અને દિલધડક પરેડ રજૂ કરી હતી. જોમ અને જુસ્સા સાથે દેશના જવાનોની રજૂ કરેલી પરેડમાં જવાનોની દેશ દાઝ સ્પષ્ટ દેખાઈ રહી હતી. 
  • PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે યોજાઈ રહેલી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પરેડ નિહાળી રહ્યાં છે. આ પ્રસંગે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને એમઓએસ હોમ હંસરાજ અહીર પણ હાજર રહ્યા છે. 

— ANI (@ANI) December 21, 2018

  • પીએમ મોદીની ઉપસ્થિતિમાં ડીજી કોન્ફરન્સનો થયો પ્રારંભ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે શરૂ થયો કાર્યક્રમ
  • વડાધાન નરેદ્ર મોદી હેલી પેડ થી સર્કીટ હાઉસ ગયા. સર્કીટ હાઉસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જશે તેમનો કાફલો 

DGConference.jpg

20 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સ કુદરતનાં રમણીય નજારા એવા કેવડીયા કોલીમાં આવેલી ટેન્ટ સિટીમાં આયોજિત કરવામાં આવી છે. આજે આ કોન્ફરન્સનો બીજો દિવસ છે, જેમાં પીએમ મોદી સંબોધન કરશે, તેમજ પોલીસિંગની વ્યવસ્થા વધુ મજબૂત બનાવી શકાય તે અંગે ચર્ચા કરશે. કોન્ફરન્સમાં DG, ADGP અને AGP આવી પહોંચ્યા છે. ટેન્ટ-2 સિટી ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

— PMO India (@PMOIndia) December 21, 2018

સેન્ટ્રલ અને સ્ટેટ IB,ગુજરાત ATS અને અન્ય એજન્સીઓએ અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધી છે. ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સમાં દેશની આંતરિક સુરક્ષા, સીમા સુરક્ષા, આંતકવાદ, નક્સલવાદ અને હાલમાં વધી રહેલા સાયબર એટેક પર મનોમંથન કરવામાં આવશે. દેશની સુરક્ષા માટેનાં પડકારો માટે મહત્વની ચર્ચા બાદ એક્શન પ્લાન પણ બનાવીને અમલમાં મુકવા માટે દિશાસૂચન કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news