Mamata Banerjee: રાષ્ટ્રપતિ ખુબ સારા મહિલા છે... અખિલ ગિરિના વિવાદિત નિવેદન પર મમતા બેનર્જીએ માંગી માફી

મમતા બેનર્જીએ સાથે ચેતવણી આપી કે જો આગળ આમ થયું તો પાર્ટી કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પર વિવાદિત નિવેદનને કારણે ટીએમસી અને મમતા બેનર્જી ઘેરાયા હતા. વિપક્ષ સતત માફીની માંગ કરી રહ્યો હતો. 

Mamata Banerjee: રાષ્ટ્રપતિ ખુબ સારા મહિલા છે... અખિલ ગિરિના વિવાદિત નિવેદન પર મમતા બેનર્જીએ માંગી માફી

કોલકત્તાઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર અભદ્ર ટિપ્પણી કરી વિવાદોમાં ફસાયેલા મંત્રી અખિલ ગિરિને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માફી માંગી છે. મમતા બેનર્જીએ આ સાથે ચેતવણી આપી કે આગળ આવું થયું તો પાર્ટી અખિલ વિરુદ્ધ પગલા ભરશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પર વિવાદિત નિવેદનને કારણે તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી ઘેરાયા હતા. વિપક્ષ સતત મમતા બેનર્જી પાસે માફીની માંગ કરી રહ્યો હતો. 

મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લઈને કહ્યું- તે ખુબ સારા મહિલા છે. તે ખુબ પ્રેમાળ છે. હું મારા ધારાસભ્યોના શબ્દોની નિંદા કરૂ છું. હું માફી માંગુ છું. જે અખિલે કર્યું- તે ખોટું છે. જો આવું ભવિષ્યમાં થશે તો પાર્ટી કાર્યવાહી કરશે. 

આ પહેલા મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે કેટલાક લોકો રાજ્યને સતત બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- જો કોઈ વ્યક્તિએ ભૂલ કરી છે તો તેને ભૂલ સુધારવાની તક આપવી જોઈએ. જો કોઈ ભ્રષ્ટાચારમાં સામેલ છે તો કાયદો તેનું કામ કરશે. પરંતુ મીડિયા ટ્રાયલ ચાલી રહી છે. 

અખિલ ગિરિએ નંદીગ્રામમાં એક સભાને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું- આપણે લોકો કોઈ તેમના દેખાવથી નથી આંકતા. આપણે રાષ્ટ્રપતિની ખુરશીનું સન્માન કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાઈ છે? અખિલ ગિરિનું આ નિવેદન કેમેરામાં કેદ થઈ ગયું અને સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું હતું. 

હાઈકોર્ટમાં જનહિત અરજી
અખિલ ગિરિની મુશ્કેલી વધવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર અભદ્ર ટિપ્પણી કરનાર રાજ્ય મંત્રી અખિલ ગિરિ વિરુદ્ધ કોલકત્તા હાઈકોર્ટમાં સોમવારે એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. આ જનહિત અરજીમાં અખિલ ગિરિને બંધારણનું સર્વોચ્ચ પદનો અનાદર કરવા માટે સજા આપવાની માંગ કરવામાં આવી છે. આ મામલો સોમવારે મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવની બેંચમાં દાખલ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news