ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, મતદાર કાર્ડ ઉપરાંત આ 12 દસ્તાવેજો માન્ય રહેશે

Gujarat Elections 2022 : વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાન કરવાની એક મહત્વની માહિતી સામે આવી છે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે

ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, મતદાર કાર્ડ ઉપરાંત આ 12 દસ્તાવેજો માન્ય રહેશે

Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આગામી પ્રથમ તબક્કાના કુલ-૮૯ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ અને બીજા તબકકાના કુલ-૯૩ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે જેમાં ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના  સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે.

વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત "અસલ પાસપોર્ટ" રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news