દિલ્હીના CM કેજરીવાલે પંજાબના ધારાસભ્યોને આપ્યું એલ્ટીમેટમ, કહ્યું- ટાર્ગેટ પુરો કરવો પડશે નહીં તો....

અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે આઝાદીને 70 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ આજ સુધી પંજાબે જે રીતનો વિકાસ થવો જોઈતો હતો તેટલો નથી કર્યો. તેથી, પંજાબના ધારાસભ્યો પર રાજ્યની જનતાની તમામ મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવાની મોટી જવાબદારી છે.

દિલ્હીના CM કેજરીવાલે પંજાબના ધારાસભ્યોને આપ્યું એલ્ટીમેટમ, કહ્યું- ટાર્ગેટ પુરો કરવો પડશે નહીં તો....

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર (CM Arvind Kejriwal) પંજાબમાં ચૂંટાયેલા તેમના ધારાસભ્યોને તેમના સંદેશમાં નૈતિકતાનો પાઠ ભણાવ્યો છે. તેમણે તમામ ધારાસભ્યોને એક ટીમ તરીકે કામ કરવા સલાહ આપી છે. તેમણે જણાવ્યું છે કે, 'ભગવંત માન તમારા ટીમ લીડર છે, આવી સ્થિતિમાં તમામ ધારાસભ્યોએ એક થઈને મોટું લક્ષ્યાંક પૂરું કરવાનું છે. જે ટાર્ગેટ પૂરો નહીં કરે તેના પર અમારી નજર રહેશે.

માનનો ટાર્ગેટ પુરો કરવો જરૂરી: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે આઝાદીને 70 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ આજ સુધી પંજાબે જે રીતનો વિકાસ થવો જોઈતો હતો તેટલો નથી કર્યો. તેથી, પંજાબના ધારાસભ્યો પર રાજ્યની જનતાની તમામ મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવાની મોટી જવાબદારી છે. કેજરીવાલે જણાવ્યું છે કે, 'સમય ઓછો છે, તેથી દરેકે 24-24 કલાક કામ કરવું પડશે, જેથી જનતાને આપેલા વચનો પાળી શકાય. ભગવંત માન તમારા કેપ્ટન એટલે કે ટીમ લીડર છે, આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાનો ટાર્ગેટ પૂરો કરવો જરૂરી બનશે.

મંત્રી પદ ન મળતા નારાજગીની ચર્ચા
કેજરીવાલે જણાવ્યું છે કે એવા અહેવાલો મળી રહ્યા છે કે કેટલાક લોકો મંત્રી ન બનવાના કારણે નારાજ થયા છે, પરંતુ મારે તેમને કહેવું છે કે પંજાબના તમામ મંત્રીઓની પસંદગી સમજી વિચારીને કરવામાં આવી છે, આપણી પાસે 92 ધારાસભ્યો છે અને મંત્રીઓ માત્ર થોડા જ બની શકે છે. એવામાં તમારે એક થઈને કામ કરવા માટે માન સાહેબને પૂરી તાકાતથી સાથ આપવાની જરૂર છે, તમારામાંથી ઘણા પહેલીવાર ચૂંટાઈને આવ્યા છે, તમારામાંથી ઘણાએ ક્યારેય વિચાર્યું છે કે તમે જીવનમાં ધારાસભ્ય બની જશો, આવી સ્થિતિમાં કોઈને કંઈ પણ કહેવાના બદલે બધાએ સાથે મળીને એટલું સારું કામ કરવાનું છે કે દરેક MLA પોતાના સમાજના લોકોના દિલ પર રાજ કરે. 

જનતાના કામ પર કરો ફોકસ: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે એમ પણ જણાવ્યું છે કે ટ્રાન્સફર પોસ્ટિંગ જેવી બાબતોમાં રસ દાખવવાને બદલે તમામ 92 ધારાસભ્યોએ તેમના વિસ્તારના લોકોની મુશ્કેલીઓ દૂર કરીને તેમના કામ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

ટાર્ગેટ પુરો નહીં થયો તો શું થશે?
આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ નેતા અરવિંદ કેજરીવાલે તમામ ધારાસભ્યોને જણાવ્યું છે કે, 'કોઈ પણ ધારાસભ્ય કે મંત્રીએ બડાઈ મારવાની જરૂર નથી કે તેઓ ધારાસભ્ય બનવા કે મંત્રી બનવા માટે જન્મ્યા છે, જનતા આવા ઘમંડ કરનારાઓને ક્યારેય બક્ષતી નથી. આ વખતે પણ જનતાએ મોટા મોટા નેતાઓને તેમની ખુરશી પરથી ઉઠાવ્યા હતા. એવામાં ફક્ત કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ચંદીગઢમાં બેસી રહેવાને બદલે મુખ્યમંત્રી માન જનસેવાનું કામ કરતી વખતે દરેક બાબત પર નજર રાખશે. એવામાં દરેકે હાથ મિલાવવો પડશે, નહીં તો જનતા ક્યાંક આગામી સમયમાં આપણને એટલે કે તમને બધાને ક્યાંક ના હટાવી દે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news