સિંહો માટે પણ પાણીની સમસ્યા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી કુંડીઓ ખાલી

જયારે અહીં છેલ્લા 2 વર્ષથી સિંહો માટે પાણીની કુંડીઓ ખાલી પડેલી છે. જેના કારણે મોટાભાગની કુંડીઓ તૂટી ગઈ છે. જેથી આ વિસ્તારના સિંહો પાણી માટે રીતસર વલખા મારી રહ્યા છે. તો કેટલીક કુંડીઓનું અસ્તિત્વ જ નથી રહ્યું. સિંહો માટે પાણીની કુંડી ઓ ખાલી હોવાને કારણે સિંહો ગમે ત્યારે આ વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં રહેણાંક વિસ્તારમાં પાણી પીવા માટે ઘુસી જાય છે.
 

સિંહો માટે પણ પાણીની સમસ્યા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી કુંડીઓ ખાલી

કેતન બગડા, અમરેલીઃ અમરેલી જિલ્લામાં રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં સિંહો માટે 30 ઉપરાંત પાણીની કુંડીઓ છેલ્લા 2 વર્ષથી ખાલી છે.  સિંહો સહીત વન્યપ્રાણીઓ પાણી પીવા માટે વલખા મારી રહ્યા છે. દેશની શાન ગણાતા એશિયાટિક સિંહોનો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સિંહો અમરેલી જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે. આ અમે નહીં વનવિભાગના કાગળ પર નોંધાયેલા છે. જયારે અહીં ગીર અને રેવન્યુ બૃહદગીર અને દરિયાઈ કોસ્ટલ બેલ્ટ ઉદ્યોગ ગૃહોમાં સિંહોનો વસવાટ ખુબ વધી રહ્યો છે. જયારે રાજુલા જાફરાબાદ વિસ્તાર સિંહોના વસવાટ વાળા જુદા જુદા વિસ્તારમાં તપાસ કરતા એક પણ સિંહો માટે પાણીની કુંડી પાણીથી ભરેલી નથી.

જયારે અહીં છેલ્લા 2 વર્ષથી સિંહો માટે પાણીની કુંડીઓ ખાલી પડેલી છે. જેના કારણે મોટાભાગની કુંડીઓ તૂટી ગઈ છે. જેથી આ વિસ્તારના સિંહો પાણી માટે રીતસર વલખા મારી રહ્યા છે. તો કેટલીક કુંડીઓનું અસ્તિત્વ જ નથી રહ્યું. સિંહો માટે પાણીની કુંડી ઓ ખાલી હોવાને કારણે સિંહો ગમે ત્યારે આ વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં રહેણાંક વિસ્તારમાં પાણી પીવા માટે ઘુસી જાય છે અને આ વિસ્તારના સ્થાનિક લોકો કહે છે. આ વિસ્તારમાં 2 વર્ષથી પાણીની કુંડીઓ વનવિભાગ દ્વારા ભરવામાં આવી નથી. જેથી સિંહો વન્યપ્રાણી પશુ પક્ષી ઓ પાણી વાંકે વલખા મારી રહ્યા છે અને અન્ય જાહેર સ્ત્રોતો વાડી વિસ્તારમાં પાણી પિતા ક્યારેક જોવા મળે છે.

તો ક્યારે પાણીની શોધમાં તરસીયા સિંહો ગમે ત્યારે વલખા મારતા હાઇવે ઉપર પણ લટાર મારતા જોવા મળે છે. જયારે તળાવો નદી ગંદા પાણી પીતા પણ જોવા મળે છે જેથી સરકાર આ વિસ્તારની પાણીની કુંડીઓ ભરે તેવી પણ માંગ ઉઠાવી છે. હાલ ઉનાળાની ઋતુ હોવાને કારણે કાળઝાળ ગરમી અને આકરો તાપમાન વધી રહ્યો છે. ત્યારે આ વિસ્તારની 30 થી 40  સિંહો માટે ની પાણીની કુંડીઓ ખાલી હોવાને કારણે સિંહો ઉપર સંકટ ઉભું થયું છે. સિંહ પ્રેમીઓના કહેવા પ્રમાણે તરસિયા સિંહો જાય તો ક્યાં જાય ઘણી વખત સિંહો ખરાબ પાણી પી રહ્યા છે આ વિસ્તાર ખરો પટ છે. મસમોટા ઉદ્યોગો પણ ધમધમી રહ્યા છે ત્યારે સિંહોને બચાવવા હોય તો મોટી મોટી વાતો કરતી રાજ્યની સરકાર તાત્કાલિક પાણીની કુંડીઓ ભરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને સિંહ પ્રેમીઓ માંગ ઉઠાવી રહ્યં છે.

પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી રાજુલા અને જાફરાબાદ વનિવભાગની અતિ મહત્વની રેન્જ છે. ત્યારે સમગ્ર મામલે વનવિભાગ સાથે વાતચીત કરવા માટેનો પ્રયાસ કર્યો, પરંતુ અહીં 6 મહિનાથી આરએફઓની જગ્યા ખાલી પડી છે. જેથી કોઈ જવાબદાર અધિકારી હાજર નથી. જયારે અહીં મોટી સંખ્યમાં સિંહોનો વસવાટ છે. પરંતુ પાણીની વ્યવસ્થા નથી. ત્યારે હવે આ મુદ્દે સ્થાનિક લોકો અને સિંહ પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news